અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર યુવકે પોતાના મિત્રની છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. શુક્રવારે સાંજે યુવકે મિત્રને મળવા બોલાવી જાહેરમાં જ છરીના ઘા મારી દીધા હતા. જેમાં 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે.
આ અંગેની વિગતો એવી છે કે, મેઘાણીનગરના ડિફેન્સ કોલોનીમાં રહેતા ઘનશ્યામ ઉર્ફે બાબા જગમોહન રાજપૂત (ઉં.વ,24) રિંકુ ઉર્ફે ટમાટર તેમજ અન્ય મિત્રો ડિફેન્સ કોલોની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં નાસ્તો કરતા હતા. આ સમયે ઘનશ્યામ અને રિંકુ વચ્ચે બોલાચાલી થતાં ઘનશ્યામે રિંકુને બે-ત્રણ લાફા મારી દીધા હતા. દરમિયાન ઘનશ્યામે શુક્રવારે બપોરે રિંકુએ ઘનશ્યામને પોતાની પાસે બોલાવ્યો હતો. ઘનશ્યામ અને રિંકુ બન્ને વાતચીત કરતા હતા. આ જ સમયે રિંકુના કાકાના દીકરા ચેતન બિરન રહેદાસે ઘનશ્યામના બે હાથ પાછળથી પકડી લીધા અને અચાનક રિંકુએ ચાકુ કાઢીને ઘનશ્યામને ઉપરાછાપરી ચાર ઘા મારી દીધા હતા.
આમ, ઘનશ્યામને જાહેરમાં જ છરીના ઘા મારીને રહેંસી નાંખી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ઘનશ્યામનું સારવાર દરમિયાન મોત થયું હતું. મેઘાણીનગર પોલીસે મૃતક ઘનશ્યામના મિત્ર દેવેન્દ્રકુમારની ફરિયાદ આધારે આરોપી રિંકુ ઉર્ફ્ ટમાટર ભગવાનદાસ રહેદાસ અને તેના પિતરાઈ ભાઈ ચેતન બિરન રહેદાસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ યુવકની મિત્રએ જ છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jan 2021 12:50 PM (IST)
શુક્રવારે સાંજે યુવકે મિત્રને મળવા બોલાવી જાહેરમાં જ છરીના ઘા મારી દીધા હતા. જેમાં 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -