અમદાવાદઃગંગોત્રી ટ્રસ્ટનાં ઉપક્રમે ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાનનું તા. 10 ડિસેમ્બર 2022નાં રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રસિધ્ધ નારીવાદી લેખક અને સામાજિક ઈતિહાસકાર વી. ગીતા દ્વારા ‘દ્રવિડ અને જુદાં ? સ્ત્રી લેખકોનું શું કહેવું છે’ વિશે વ્યાખ્યાન આપશે.
આ કાર્યક્રમ અંગે વિગતો આપતા ગંગોત્રી ટ્રસ્ટનાં ટ્રસ્ટી સુશ્રી સ્વાતિ જોશીએ જણાવ્યું હતું કે, ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાં ચેન્નાઈ સ્થિત પ્રસિધ્ધ નારીવાદી લેખક અને સામાજિક ઈતિહાસકાર વી. ગીતા દ્વારા ‘દ્રવિડ અને જુદાં ? સ્ત્રી લેખકોનું શું કહેવું છે’ વિષય પર વકતવ્ય આપવામાં આવશે. વી. ગીતાએ તમિળમાં તેમજ અંગ્રેજીમાં સ્ત્રીઓ, શ્રમ, જાતિવાદ, નાગરિક અધિકાર અને શિક્ષણ પર લખ્યું છે. તેઓ લેખક, અનુવાદક અને તારા બુક્સના પ્રકાશક છે. તેમના પ્રકાશિત લખાણોમાં ભીમરાવ રામજી આંબેડકર એન્ડ ધ ક્વેશ્યન ઓફ સોશિયાલિઝમ ઈન ઈન્ડિયા, અનડુઈન્ગ ઈમ્પ્યુનિટી : સ્પીચ આફટર સેકસ્યુઅલ વાયોલન્સ અને એસ. વી. રાજદુરાઈ સાથે ટુવર્ડસ એ નોન બ્રાહ્મિન મિલેનીયમ : ફ્રોમ આયોથી થાસ ટુ પેરિયારનો સમાવેશ થાય છે.
ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન તા. 10 ડિસેમ્બર 2022નાં રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)નાં એચ ટી પારેખ કન્વેન્શન હોલમાં સાંજે 6-00 કલાકે યોજાશે.