અમદાવાદઃ વસ્ત્રાપુર સિંધુભવન પાસે વિચિત્ર બનાવ બન્યો છે. મળતી વિગતો પ્રમાણે સિંધુભવન રોડ પર રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)ની સગાઈ શહેરના પરેશ(નામ બદલ્યું છે) સાથે સગાઈ થઈ હતી. જોકે, યુવતીનો સ્વભાવ સારો ન હોવાથી યુવકની માતાએ સગાઈ તોડી નાંખી હતી. સગાઈ તૂટી જતાં પ્રિયાને લાગી આવ્યું હતું અને યુવતીએ પરેશની માતાનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. પરેશની માતાનો પીછો કરી જાહેરમાં જ બચકા ભરી લીધા હતા.
યુવતી બચકા ભરતા વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. યુવકની માતા હોસ્પિટલના કામથી જતી હતી, ત્યારે યુવતીએ તેમનો પીછો કર્યો હતો અને રોડ વચ્ચે ઊભા રાખી બચકા ભરી લીધા હતા. એટલું જ નહીં, માર પણ માર્યો હતો.
જીવરાજ પાર્કમાં રહેતા અને ઠાકરશી ટ્રસ્ટ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા યુવકની માતાએ યુવતીએ જાહેરમાં માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, દીકરાના લગ્ન આરોપી યુવતી સાથે નક્કી થયા હતા. જોકે, યુવતીનો સ્વભાવ સારો ન હોવાનું જાણવા મળતાં તેમણે લગ્ન માટે ના પાડી દીધી હતી. લગ્ન ફોક કરતાં યુવતી અને તેના માતા-પિતાએ ઘરે આવીને તેમની સાથે ઝઘડો પણ કર્યો હતો.
ફરિયાદમાં યુવતીએ રસ્તા વચ્ચે બીભત્સ ગાળો બોલી મારા-મારી કરવાનો અને બચકા ભર્યાની ફરિયાદ કરી છે. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં યુવતી સહિત તેના માતા-પિતા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
ગુજરાતમાં STની હડતાળને પગલે પ્રાઇવેટ વાહનોમાં ઉઘાડી લૂંટ, ભાડામાં કેટલો કરી દીધો વધારો?
અમદાવાદઃ સગીરાનું કારમાં કરાયું અપહરણ, સીસીટીવી આવ્યા સામે
નવું નજરાણું: હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો દોડશે, મેટ્રો ફેઝ-2ને મળી મંજૂરી
ગુજરાતના ફિક્સ પગાર ધરાવતાં કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, જાણો કેટલાનો કરાયો વધારો?