અમદાવાદઃ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીએ યુવક સાથે છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગત એક મહિનાથી યુવતી 25 વર્ષીય યુવકને ખરાબ ઈશારા કરતી હતી. યુવક સિવિલમાં આવેલા સંતોષી માતાના મંદિર પાસે આવેલા શૌચાલયની દેખરેખનું કામ કરે છે.

મળતી વિગતો પ્રમાણે, યુવક ફરજ પર હાજર હોય ત્યારે યુવતી તેને ખરાબ ઈશારા કરતી હતી. યુવકે ના પાડતા તેની પાસે જઈને તેને બ્લેડ બતાવી ધમકી આપી હતી. યુવક ત્યાંથી નાસી જતાં પોતે જ પોતાના હાથે બ્લેડથી ઈજાઓ કરી હતી.

યુવકની પત્નીએ પણ ખરાબ ઈશારાની ફરિયાદ નોંધાવી હતી. તેની અદાવત રાખીને યુવતીએ આ કૃત્ય કર્યું છે. શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.