Gold price today: સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં સોનાનો ભાવ 67 હજાર 300 રૂપિયા પર પહોચ્યોં છે. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના પાછલા સપ્તાહમાં 2045 ડોલર હતો. જે આજે વધીને 2150 ડોલર ઉપર જતો રહ્યો છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનામાં 100 ડોલર જેટલો વધારો નોંધાયો છે. જેની સીધી અસર સ્થાનિક પ્રજાના સોના ઉપર પડી છે. જો કે ફેબ્રુઆરીમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પહેલી ફેબ્રુઆરીએ સોનું 62,775 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. જે 29 ફેબ્રુઆરીએ ઘટીને 62,241 રૂપિયા થયો હતો. જો કે માર્ચ મહિનામાં શરૂઆતથી જ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.


સોનાના ભાવે ઇતિહાસ રચ્યો છે. આજે સોનાનો ભાવ 67,300 પહોંચ્યો છે. સતત વધી રહેલા સોનાના ભાવમાં આંતરરાષ્ટ્રીય પરિબળોમાં જે આપણે મુખ્યત્વે કારણ જોઈએ તો જે સ્પોર્ટ ગોલ્ડ રેટ છે જે પાછલા સપ્તાહમાં 2045 ડોલર હતો જે આજે વધીને 2150 ડોલર ઉપર જતો રહ્યો છે.  એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનામાં 100 ડોલર જેટલો વધારો નોંધાયો છે જેની સીધી અસર સ્થાનિક સોનાના બજાર ઉપર પડી છે. એટલે એમ કહી શકાય કે જે ભાવ 64000ની આસપાસ હતો તે આજે 67,200 ની આસપાસ આવી ગયો છે. એક રીતે કહીએ તો જે ફેડરલ બેંકના વ્યાજ દર જે ઘટાડવાની આશંકાઓ હતી તે પરિબળ દેખાઈ રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી શરૂ થઈ ગઈ છે. હજી રોકાણ કરો તો કોઈ પણ ભાવે રોકાણ કરી શકાય છે પરંતુ જે ગ્રાહકો લગ્નસરા ની ખરીદી કરતા હોય તો તેમણે થોડી રાહ જોવી જોઈએ. પરંતુ આવનારા સમયમાં પણ ભાવ જો ઘટે તો અહીંયાથી લગભગ હજારથી દોઢ હજાર રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. એટલે આવનારા સમયમાં પણ જો વ્યાજ દર ઘટાડવામાં આવે તો ભાવ અહીંથી પણ હજુ વધુ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી છે. જે રીતે ભાવ વધી રહ્યા છે અને જે રીતે આક્રમક ખરીદી થઈ રહી છે તેમજ jio પોલિટિકલ ટેન્શન પણ ઓછા નથી.


આજે એટલે કે, ગુરુવાર, 5 એપ્રિલ, 2024ના રોજ, MCX એક્સચેન્જ પર ડિલિવરી માટેનું સોનું 65,434 રૂપિયા પ્રતિ 10 ગ્રામના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે સોનું રૂ. 65,205 પર ખુલ્યું હતું. જ્યારે 5 જૂન, 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું આજે 65,852 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે.


MCX એક્સચેન્જ પર આજે એટલે કે ગુરુવારે, 5 મે, 2024ના રોજ ડિલિવરી માટે ચાંદી રૂ. 74,085 પ્રતિ કિલોના ભાવે ટ્રેડ થઈ રહી છે. જ્યારે 5 જુલાઈ, 2024ના રોજ ડિલિવરી માટે ચાંદી રૂ. 75,362ના સ્તરે ટ્રેડ થઈ રહી છે.