અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ સંગઠનનું મહાજંબો માળખું જાહેર કર્યું છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા 250 પેજની એક હોદ્દેદારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 6190હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં પ્રદેશના નેતાઓ, યુથ વિંગ સહિત જિલ્લા અને સમગ્ર ગુજરાતના સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. 

























આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્ય સંગઠનમાં 25 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે યુથ વિંગ, વૂમેન વિંગ, ઓબીસી વિંંગ, માઇનોરિટી વિંગ, એસસી વિંગ, કિસાન વિંગ, લિગલ વિંગ, ટ્રેડ વિંગ, ડોક્ટર વિંગ, એજ્યુકેશન વિંગ, સ્પોર્ટસ વિંગ, માલધારી વિંગ ઉપરાંત લોકસભા સીટ, વિધાનસભા સીટના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ આખા સંગઠનનું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે. 


આપ ગુજરાત સંગઠનની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.


વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ, કયા કયા દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં?

રાજકોટઃ 2022ની ચૂંટણી પહેલા રાજકોટ ગ્રામ્યની સીટ પર ભાજપે ખેલ પાડ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખુંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ પણ ભાજપનો કેસ પહેર્યો છે. લોધિકા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો સહિત 150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા. લોધિકા તાલુકા પંચાયતના સભ્યો હિતેશ ખૂંટ, બોદુ કેસરિયા,મિલન દાફડા ભાજપમાં પ્રવેશ કર્યો છે. લોધિકા તાલુકાના અલગ અલગ પાંચ ગ્રામ પંચાયતના સરપંચો પણ ભાજપમાં જોડાયા. સંજય ખુંટ અને મયુરસિંહ જાડેજા છેલ્લા દસ દિવસથી ભાજપમાં પ્રવેશ માટે તૈયારી કરી રહ્યા હતા.

રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા પણ ભાજપમાં જોડાયા છે. નરેન્દ્રસિંહ સહકારી ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રભારી વિનોદ ચાવડા અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીની હાજરીમાં ખેસ પહેર્યો. રાજકોટ સહકારી આગેવાન બાબુ નસીતની જીભ લપસી. હેમુ ગઢવી હોલમાં આજે કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા. ત્યારે સ્ટેજ પર થી કહ્યું, આજે બધા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. બાબુ નસીતના આ નિવેદનથી સ્ટેજ પરથી સૌરાષ્ટ્ર પ્રભારી વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ કહ્યું, કોંગ્રેસ નહિ ભાજપમાં જોડાયા. ભાજપ નેતાના આ નિવેદનથી સભા ગૃહમાં હાસ્ય ફેલાયું.