અમદાવાદઃ રાજ્યમાં હજુ ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ નથી, ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ વરસ્યો છે, ત્યાં જ સરકારના વહીવટી તંત્રની પોલ ખોલતી ઘટના સામે આવી છે. અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં રોડ પર અચાનક વિશાળ ભૂવો પડવાની ઘટના ઘટી છે, એટલુ જં નહીં અહીં એક યુવક પોતાની એક્ટિવા સાથે ભૂવામાં પડતા લોકોમાં અફડાતફડી મચી ગઇ હતી, લોકો બચાવવા દોડી ગયા હતા. જોકે મહામહેનતે લોકોએ આ યુવકને ભૂવામાંથી બહાર કાઢ્યો હતો.



સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બે પાર્ક નજીકના વિસ્તારમાં રૉડ પરના ભૂવામાં એક્ટિવા લઇને ઘૂસી જનારા યુવકનુ નામ આતિફખાન પઠાણ છે. આ યુવક અચાનક ભૂવામાં પડતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં સ્થાનિકોએ દોરડાની મદદથી યુવકને બહાર કાઢ્યો હતો. સદનસીબે યુવકને કોઈ ઇજા થઈ ન હતી. પરંતુ આ ઘટનાનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. 


ભૂવામાં પડનારા પીડિત યુવક આતિફખાન પઠાણે જણાવ્યું હતું કે બુધવારે બપોરે 1 વાગ્યાના અરસામાં હું ફતેહવાડીમાં આવેલા લમ્બેપાર્ક નજીક કરિયાણું લેવા ગયો હતો. દુકાનથી થોડે દૂર રોડ પર મારા એક્ટિવાનું પાછળનું વ્હીલ ખાડામાં ફસાઇ ગયુ હતુ, તેને બહાર કાઢવા જતા તે એક્ટિવા સાથે ભૂવામાં પડી ગયો હતો. બાદમાં આજુબાજુના લોકોએ દોરડુ અને પાઇપ નાંખીને યુવકને ભૂવામાંથી બહાર કાઢ્યો હતો. યુવકને સામાન્ય ઇજાઓ પણ થઇ હતી. 


આ પણ વાંચો........ 


Corona In India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યો જીવ


વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?


ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો


Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા


Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ


Karnataka High Court: રખડતા કૂતરાના હુમલામાં બાળકનું મોત, કર્ણાટક હાઇકોર્ટે 10 લાખ વળતર આપવાનો આપ્યો આદેશ