Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. આજે કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન અમદાવાદ મુલાકાતે આવ્યા છે.
ગુજરાત પોલીસની નોકરી અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, મે અહી જોયું કે કેટલાક પોલીસ જવાન વર્દીમાં છે અને કેટલાક સિવિલ ડ્રેસમાં છે. મને જાણવા મળ્યું કે, વર્દીવાળા પોલીસ કાચી નોકરી વાળા છે. સિવિલ ડ્રેસવાળા પાક્કી નોકરી વાળા છે.
ભાજપવાળાઓને પણ બેરોજગારીનો અનુભવ કરાવોઃ માન
માને કહ્યું, શિક્ષક દેશના બાળકોનું ભવિષ્ય ઘડે છે. ગુજરાતના શિક્ષકોનું જ ભવિષ્ય સુરક્ષિત નથી. વખતે ભાજપનો કોન્ટ્રાક્ટ પૂરો કરી તેને બેરોજગાર બનાવી દો. ભાજપવાળાઓને પણ બેરોજરીનો અનુભવ કરાવો. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને મંત્રી બનતા સમયે લેવાતી શપથ પણ બદલવી જોઈએ. શપથમાં બધું ગુપ્ત રાખવાનું કહેવાય છે, વોટસએપના જમાનામાં ગુપ્ત શેનું ? અંગ્રેજોએ 200 વર્ષમાં નથી લૂંટ્યો એટલો આઝાદી પછી આપડા જ લોકોએ દેશને લૂંટ્યો છે. ભગતસિંહના સ્વપ્નની આઝાદી આપણને મળી જ નથી.
લોકોના ટેક્ષના પૈસા લોકો માટે વાપરો તો તે ફ્રિ રેવડી કેવી રીતે કહેવાય ? માન
લોકોના ટેક્ષના પૈસા લોકો માટે વાપરો તો તે ફ્રિની રેવડી કેવી રીતે કહેવાય. દરેક વ્યક્તિના ખાતામાં રૂ. 15 લાખ આપવાનો પાપડ કોણે વહેંચ્યો હતો ? સરકારે બધું જ વેચીને એક માત્ર મીડિયા ખરીદ્યું છે. લોકોની ભાવનાઓ ભડકાવવા માટેના જુમલા ફેક્તરીઓમા બની રહ્યા છે. દરેક કર્મચારીને કોન્ટ્રાક્ટમાંથી બહાર કાઢીને સરકારનો ભાગ બનાવીશું.
ભગવંત માનના કોંગ્રેસ પર આકરા પ્રહારો
ભગવંત માને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું, કોંગ્રેસની વાત કરવી પણ નકામી છે. દેશની રાજધાની દિલ્હીમાં બે ટર્મથી એકપણ ધારાસભ્ય નથી. કોંગ્રેસમાં કોઈ પ્રધાન બનવા પણ તૈયાર નથી. કોંગ્રેસની હાલત 90 વર્ષના વૃદ્ધ જેવી છે, જેને ડોકટરે કહ્યું કે આને ઘરે લઈ જાઓ અને સેવા કરો. કોંગ્રેસ ધારાસભ્ય વેચી વેચીને ગુજરાત ચલાવે છે, કોંગ્રેસની જેમ ભાજપ પણ ધારાસભ્ય શોધતી થઈ જશે.
આ પણ વાંચોઃ