CM રૂપાણીએ અમદાવાદમાં ખુલ્લો મુક્યો ફ્લાવર શૉ, જુઓ શાનદાર તસવીરો
અમદાવાદઃ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે 2 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગ મેયર બિજલ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોબાઇલ એપ્લિકેશનથી મુલાકાતીઓ ફ્લાવર શૉના સ્થળે જુદી-જુદી જગ્યાએ આવેલ પાર્કિંગ સ્થળોની વિગત તથા તે સ્થળોએ ચોક્કસ સમયે 2 વ્હિલર, 3 વ્હિલર તેમજ 4 વ્હિલર માટે પાર્કિંગની કુલ કેટલી જગ્યા બાકી છે તે જાણી શકશે.
આ વર્ષે ટીકીટના ભાવ સોમથી શુક્ર 20 રૂપિયા રાખવામાં આવ્યા છે. જ્યારે શનિવાર-રવિવારે ટીકીટના ભાવ 50 રૂપિયા રાખવામાં આવ્યા છે. જ્યારે 12 વર્ષ સુધીના બાળકો તેમજ સિનીયર સિટીઝન માટે પ્રવેશ વિનાલમૂલ્યે રાખવામાં આવ્યો છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શૉ 2020ની તસવીર.
ફ્લાવર શૉના મુખ્ય આકર્ષણોમાં આ વખતે ગાંધીજીની 150 મી જન્મ જ્યંતિ ઉજવણી અંતર્ગત ગાંધીજીના જીવન ચરિત્રની ઝાંખી કરાવતા વિવિધ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. મેલેરિયા જાગૃતિ અભિયાન અંતર્ગત એડિસ મચ્છરની લાઇફ સાયકલ અને તેના ઉત્પત્તિ સ્થળોની પ્રતિકૃતિઓ, સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ તેમજ વિવિધ આયુર્વેદિક વનસ્પતિઓની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. એટલે આ ફ્લાવર શો જન જાગૃતિનું પણ સક્ષમ માધ્યમ બન્યો છે.
આ વખતે સૌ પ્રથમ વખત ફ્લવાર શૉ-2020માં શહેરીજનો માટે મોબાઇલ એપ્લિકેશન, 'શૉ માય પાર્કિંગ' આધારિત સ્માર્ટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પાર્કિંગ સ્થળેથી ફ્લાવર શૉના સ્થળ સુધી પહોંચવા માટે વિનામુલ્યે ઇલેક્ટ્રીક બસની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારા પર ફ્લાવર ગાર્ડનથી લઇને ઇવેન્ટ સેન્ટર સુધીના વિશાળ વિસ્તારમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોન્સાઇ, ક્રેક્ટસ,અને પામ સહીત 700 કરતા વધુ પ્રકારના ફૂલ-છોડના 10 લાખથી વધુ રોપા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -