Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ સંગઠનમાં ફેરફાર થશે. જેની શરૂઆત પ્રદેશ પ્રમુખથી થશે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હાઇકમાન્ડ એક્શનમાં આવ્યું છે અને એક સપ્તાહની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલાશે. અમિત ચાવડાની નેતા વિપક્ષ તરીકે નિમણુંક બાદ અધ્યક્ષ બદલવાનું નક્કી છે. અર્જુન મોઢવાડીયા અથવા ડો.જીતુ પટેલ નવા અધ્યક્ષ બની શકે છે. ગમે તે ઘડીએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલાઈ શકે છે.


કોંગ્રેસ હાઈકમાન્ડે વિપક્ષ નેતા તરીકે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી ?


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવી છે. શૈલેષ પરમાર દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે.  ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક સીટ મળી હતી. ભાજપે 156 સીટો પર ભગવો લહેરાવીને ઈતિહાસ રચ્યો હતો, જ્યારે કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી ઓછી માત્ર 17 બેઠકો મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ 5 સીટ અને અન્યને 4 બેઠક મળી હતી.


આંકલાવ બેઠકના અસ્તિત્વ બાદથી કોંગ્રેસના અમિત ચાવડા  ચૂંટાતા આવ્યા છે. 2017માં તેઓ 34 હજાર મતોની સરસાઈથી જીત્યા હતા. તો વર્ષ 2012માં કોંગ્રેસના અમિત ચાવડાએ ભાજપના ઉમેદવાર અમરસિંહ સોલંકીને 20 હજારથી વધુ મતોના તફાવતથી હરાવ્યા હતા. જ્યારે આ વખતે 2022માં તેમણે ભાજપના ગુલાબસિંહ પઢીયાર અને આમ આદમી પાર્ટીના ગજેન્દ્રસિંહને હરાવ્યા હતા. 


ગુજરાતમાં લોકોને ઠંડીથી ક્યારે મળશે રાહત ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


આગામી સમયમાં રાજ્યમાં ઠંડીથી લોકોને રાહત મળશે. આજે અમદાવાદનું તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ,  આગામી સમયમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફરી વધારો આવશે. આજે એક દિવસ માટે કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે.


ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. નલિયા 2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યુ હતું. 3 દિવસ નલિયામાં ચારથી સાત ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. તો 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો. અમદાવાદમાં 7.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.  ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડતા 5.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.


અમદાવાદમાં સોમવારે લઘુત્તમ તાપમાન 7.6  ડિગ્રીએ પહોંચતા એક વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.આગામી 2 દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.આ પહેલા ગયા વર્ષે 24 જાન્યુઆરીના રોજ સૌથી નીચું 6.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ તો 2016માં 25 જાન્યુઆરીના રોજ 7.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.આજે અને આવતીકાલે પણ શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીને આસપાસ રહેશે. 19 જાન્યુઆરીથી 3થી ચાર દિવસ દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે.


બીજી તરફ જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દ્રાસમાં પારો માઈનસ 26 તો ગુલમર્ગમાં પણ તાપમાન માઈનસ 12 ડિગ્રી નોંધાયુ હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં 22થી 24 જાન્યુઆરી વચ્ચે ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. હિમવર્ષાના કારણે કુપવાડામાં રસ્તાઓ બંધ કરાયા હતા. તો ચોકીબલ-કેરન રોડ પર બરફને હટાવવાની કામગીરી કરીને રસ્તો શરુ કરાયો હતો. કશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાનનું અલર્ટ જાહેર કરાયું હતું કેટલાક વિસ્તારોમાં 48 કલાકમાં 3 વખત હિમસ્ખલન થયુ હતું. કેદારધામમાં બરફવર્ષાના કારણે ત્રણ ફૂટ સુધીના બરફના થર જામ્યા હતા.