અમદાવાદઃ રાજીવ સાતવના અકાળે થયેલા નિધનના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદ ખાલી પડ્યું છે. આ હોદ્દા પર હવે સચિન પાયલોટની નિમણૂક થઈ શકે છે. કોંગ્રેસનાં સૂત્રોએ આપેલી વિગતો પ્રમાણે , સચિન પાયલોટ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બની શકે છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટની ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે નિમણૂકની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહમાં થઈ શકે છે .
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, રાજસ્થાનના CM અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદે સચિન પાયલોટની નિમણૂક નિર્ણય લેવાયો છે. પાયલોટ અને ગેહલોત વચ્ચે થયેલા સમાધાન પ્રમાણે સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને રાજસ્થાન સરકારમાં મંત્રીપદ મળશે. પોતાના જૂથના MLA મંત્રી બન્યા બાદ સચિન પાયલોટ ગુજરાતની કમાન સાંભળશે અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કામગીરી શરૂ કરશે.
જયપુરમાં ગઈકાલે કોંગ્રેસના બે દિગ્ગજનેતા અજય માકન અને કે સી વેણુગોપાલ સાથે પાયલોટની બેઠક થઈ હતી. આ બેઠકમાં પાયલોટે પહેલાં પોતાના જૂથના ધારાસભ્યો તથા નેતાઓને યોગ્ય હોદ્દા આપવાની માગણી કરી હતી. પાયલોટે પોતાના જૂથના ધારાસભ્યો તથા નેતાઓને રાજસ્થાન સરકાર અને પ્રદેશ કોંગ્રેસમાં યોગ્દ હોદ્દા પર નિમણૂક કરીને તેમની સાથે ન્યાય કરવાની માગણી કરી હતી. પોતાના જૂથના લોકોને યોગ્ય હોદ્દા મળ્યા બાદ હાઈકમાન્ડ જે કામગીરી સોંપે તે કરવા પાયલોટે તૈયારી બતાવી હતી. તેના ભાગરૂપે તેમને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બનાવાશે. અગાઉ સચિન પાયલોટ ગુજરાતના પ્રભારી બનવા અંગે ઇન્કાર કરી ચૂક્યા છે.
હવે ગુજરાતમાં પ્રાથમિક સ્કૂલોમાં પણ શરૂ થશે શિક્ષણ? જાણો શિક્ષણમંત્રીએ શું કરી મોટી જાહેરાત?
ગાંધીનગરઃ આજથી ધોરણ 9થી 11 સુધીનું શિક્ષણ વર્ગ ખંડોમાં શરૂ થઈ ચુક્યું છે. ત્યારે હવે ચર્ચા એ છે કે પ્રાથમિક શાળાઓમાં ક્યારે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થશે. કેમ કે આજે કોવિડના નિયમો સાથે માધ્યમિક શાળાઓ શરૂ થઈ છે. ત્યારે સરકાર હવે પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડો શરૂ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે. આરોગ્ય વિભાગના અભિપ્રાય લઈને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ શરૂ કરવા અંગે ચર્ચા કરવાના શિક્ષણમંત્રીએ સંકેત આપ્યા છે.
આજથી ધોરણ નવથી 11માં વર્ગખંડમાં શિક્ષણ શરૂ થયું છે. એકથી આઠના વર્ગખંડમાં શિક્ષણની વિચારણા ચાલી રહી છે. પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણની ચર્ચા છે. કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે.પ્રાથમિક શાળામાં શિક્ષણ શરૂ થવાના સંકેત મળ્યા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આજથી 9, 10 અને 11નું શિક્ષણકાર્ય ચાલું થઈ રહ્યું છે. સૌને શુભકામના પાઠવું છે. હવે પછી આ જ પ્રકારે કોર કમિટીમાં ચર્ચા કરીને બાકીના વર્ગોનું શિક્ષણ કાર્ય ચાલું કરીશું.