Gujarat Congress: વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ગુજરાત કોંગ્રેસે પણ કમર કસી છે. આમ આદમી પાર્ટી એક બાદ એક ગેરેન્ટ આપી રહી છે ત્યારે હવે કોંગ્રેસે પણ નવા વચનો જાહેર કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોરે આ પીસી કરી હતી. આ દરમિયાન કોંગ્રેસે નવા 3 વચનો જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને 5મી સપ્ટેમ્બરે 8 વચનો આપ્યા હતા. આજે અમે વધુ 3 વચનો ગુજરાતના લોકોને આપીએ છીએ.


 




1. ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરીશું


2. શહેરી વિસ્તારના ગરીબોને કોંગ્રેસની સરકાર 100 દિવસ રોજગારી આપશે


3. ગુજરાતની 162 પાલિકા અને 8 મહાપાલિકામાં ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના આપીશું


આ ઉપરાંત તેમણે  8 રૂપિયામાં શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને જમવાનુ આપવાની પણ જાહેરાત કરી છે. બપોર અને રાત્રી દરમિયાન ભોજન આપવામાં આવશે તેમ રઘુ શર્માએ જણાવ્યું હતું. જમવામાં દાળ - ભાત, શાક, રોટલી અને અથાણું આપવામાં આવશે. સમગ્ર ગુજરાતના શહેરી વિસ્તારના ગરીબ લોકો માટે કોંગ્રેસ આ યોજના લાગુ કરશે.


આંદોલનકારીઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા 


તો બીજી તરફ આંદોલનકારીઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા હોવાની કોંગ્રેસ પ્રમુખે જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, આંદોલનકારીઓ માટે રહેવા જમવા માટેની વ્યવસ્થા કોંગ્રેસ છેલ્લા ઘણા દિવસથી કરે છે. ધારાસભ્યોના ક્વાટર હોય કે અન્ય સ્થળ હોય તમામ વ્યવસ્થા કરીશું. આ ઉપરાંત પંજાબના મુખ્ય મંત્રીના જૂની પેન્શન યોજના અંગે ટ્વીટ અંગે અર્જુન મોડવડિયાએ નિવેદન  આપ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને માત્ર વિચારણાની વાત કરી છે. યોજના લાગુ નથી કરી કે જીઆર પણ કર્યો નથી તેમ મોઢવાડીયાએ જણાવ્યું.


આ પણ વાંચો....


Gujarat Monsoon: મેઘરાજા ખેલૈયાઓની નવરાત્રી બગાડશે ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


Gandhinagar: આંદોલનમાં ઘેરાયેલ ગુજરાત સરકારની મુશ્કેલી વધી, જાણો હવે ક્યા કર્મચારીઓ ઉતર્યા વિરોધમાં


Gujarat Assembly Election 2022: મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત, મહિલા સંમેલનને સંબોધવા સાથે ગરબામાં લઈ શકે છે ભાગ


Gujarat Assembly Election 2022: કેજરીવાલ-સિસોદીયા આવશે ગુજરાત, જાણો શું છે કાર્યક્રમ