અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે મંદ પડી રહી છે અને એક્ટિવ કેસોમાં પણ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના 9 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 9 જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. આ સિવાય 6 જિલ્લામાં તો કોરોનાના 1-1 જ એક્ટિવ કેસ છે. ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેમજ ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો માત્ર 209 રહ્યા છે. 


ગુજરાતમાં કોરોનામુક્ત થયેલા જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સૌથી વધુ ચાર જિલ્લા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર કોરોનામુક્ત બન્યા છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી, મઘ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને નર્મદા જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ જિલ્લામાં અત્યારે એક પણ એક્ટિવ કેસ નથી. 


જ્યારે કોરોનાના 1-1 એક્ટિવ કેસ ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો વલસાડ, પંચમહાલ, મહીસાગર, ગીર સોમનાથ, બોટાદ અને બનાસકાંઠનો સમાવેશ થાય છે. આ 6 જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. 

Gujarat Corona Cases: રાજ્યમાં આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા, 5 લાખથી વધુ લોકોનું રસીકરણ


ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) 19 કેસ નોંધાયા છે.  રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  19  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી બચવું હોય તો, વધારો આપની ઇમ્યુનિટી, આ 5 ફૂડને ડાયટમાં કરો સામેલ


 


ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 5,51,121 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,71,32,599 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં અત્યાર સુધી 209 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 204 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,778 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.
 
આજે ક્યાં નોંધાયા કેસ


 


આજે રાજકોટ કોર્પોરેશનમાં 5,  અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, ભાવનગર 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, અને વડોદરામાં  1 કેસ નોંધાયો હતો.