અમદાવાદઃ હાઈપ્રોફાઈલ યુવતી સાથે શારીરીક સબંધ બાંધી રૂપિયા કમાવાની લાલચ આપનાર બંટી-બબલી ઝડપાયા છે. સાત લાખ પડાવનાર વડોદરાના બંટી બબલીને સાઈબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે. રાણીપના ભાવેશભાઈ સાથે ફેસબુક પર મિત્રતા કરી લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા. અલગ અલગ ફોન પરથી વાત કરી ૭ લાખ ૧૦ હજાર રૂપિયાની છેતરપીંડિ કરી હતી. આકાશ લાલવાણી અને જમૈકા પટેલની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી છે.  


સાઈબર ક્રાઇમે આરોપી પાસેથી ૩ મોબાઈલ, પાનકાર્ડ, બે ડેબિટ કાર્ડ, ૯ પાસબુક અને ૩ ચેકબુક કબ્જે કરી છે. આ જોડીએ પ્રિયંકા પટેલ નામથી ફેક આઈડી બનાવી યુવક સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. થોડો સમય ચેટિંગ કર્યા બાદ પ્રિયંકાએ યુવકને પોતે એસ્કોટ કંપની ચલાવતી હોવાનું જણાવ્યું હતું.  તેમજ છોકરીઓ સાથે સેટીંગ, મિટિંગ અને સંબંધ બનાવી પૈસા કમાવવાની ઓફર કરી હતી. યુવક સાથે મીઠી મીઠી વાતો કરી તેને આ કામ માટે મનાવી લીધો હતો.

Vadodara : પ્રેમિકાની માંગમાં સિંદૂર પુરી યુગલે કેનાલમાં ઝંપલાવ્યું, બંનેના મોતથી આખું ગામ શોકમાં


યુવક વાતોમાં આવી જતાં યુવક પાસે પ્રોસેસિંગ ફીના ભાગરૂપે 500 રૂપિયા ભરાવ્યા હતા. અલગ-અલગ તારીખે લેડીઝ સાથે મિટિંગ તેમજ સંબંધ બાંધવા માટે હોટલ રૂમનું ભાડું પણ ભરાવ્યું હતું. હીના પટેલ તેમજ સ્વેતા શાહ નામની યુવતી સાથે મિટિંગ કરાવવા માટે યુવક પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું. 

પ્રેમિકાએ પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો, બંને કામલીલામાં વ્યસ્ત હતાં ને સાસરિયાંએ આવીને પ્રેમીનું માથું કાપી નાંખીને......


તેમજ યુવકને વાતોમાં ફસાવીને ફોન પે તેમજ બેંક એકાઉન્ટ આપી રૂપિયા 7 લાખ 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જોકે, પૈસા આપ્યા પછી કોઈ યુવતી સાથે સંપર્ક ન કરાવતા પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું જણાવ્યું હતું. આથી યુવકે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમને ગણતરીના સમયમાં જ યુવક અને યુવતીની ધરપકડ પણ કરી લીધી હતી.આ બંને ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અલગ-અલગ આઈડીઓ બનાવી અનેક લોકોને લૂંટી ચુક્યા છે.