અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા એક પખવાડિયામાં જ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં 35 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. 28 ફેબુ્રઆરીએ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 632 હતી. હવે 14 માર્ચે અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 850 થતાં દિવસમાં એક્ટિવ કેસમાં 35 %નો વધારો થયો છે.
અમદાવાદમાં બરાબર એક મહિના અગાઉ 14 ફેબ્રુઆરીના દિવસે 50 કેસ નોંધાયા હતા. તેની સરખામણીએ 14 માર્ચના રોજ 165 કેસ નોંધાતાં એક મહિનામાં જ દૈનિક કેસોની સંખ્યામાં 230 ટકાનો જંગી વધારો થયો છે. હાલ અમદાવાદમાં કોરોનના કુલ કેસનો આંક 64.636 છે જ્યારે અત્યાર સુધી 2323 લોકોનાં મૃત્યુ થયા છે.