Gujarat Corona Update: ગુજરાતમાં ગયા અઠવાડિયે કોરોના વાયરસના નવા કેસોમાં મોટો વધારો જોવા મળ્યો હતો અને નવા કેસનો આંકડો 700ને પાર પહોંચી ગયો હતો. પરંતુ આજે કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 577 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 633 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં બે લોકોના મોત થયા છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 577 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 247 કેસ આવ્યા છે. સુરત શહેરમાં (Surat) 12, વડોદરા શહેરમાં (Vadodara) 31, ગાંધીનગર શહેરમાં 20, ભાવનગર શહેરમાં 28, જામનગર શહેરમાં 2 કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓના કેસ જોઈએ તો, મહેસાણામાં 31, કચ્છમાં 09, સુરતમાં 12, મોરબીમાં 1, ગાંધીનગરમાં 5, નવસારીમાં 15 કેસ, ભાવનગરમાં 10 કેસ, વલસાડમાં 11 કેસ નોંધાયા છે.
633 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 4156
રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 633 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,23,903 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 4156 થયા છે, જેમાં 3 દર્દી વેન્ટિલેટર પર છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે બે દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,950 મોત થયા છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 42880 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
કોરોના રસી લીધી છે તેને લોક કલ્યાણ વિભાગ દ્વારા ₹5,000 આપવામાં આવી રહ્યા છે? જ
PIB Fact Check: કોરોનાની લહેર બાદ અત્યાર સુધીમાં કરોડો લોકોની વેક્સીનનો ડોઝ થઈ ચૂક્યો છે. જો તમને પણ કોરોનાની રસી મળી ગઈ છે, તો તમારા માટે મહત્વના સમાચાર છે. એક વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે લોકોને કોરોનાની રસી મળી છે, તે લોકોએ માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે અને તમને પૂરા 5000 રૂપિયા મળશે.
પીઆઈબીએ કરી હકીકત તપાસ
તમને જણાવી દઈએ કે હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઘણા પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. રસી અંગે કરવામાં આવી રહેલા આ દાવાની સત્યતા જાણવા માટે PIBએ હકીકત તપાસી છે. ચાલો તમને જણાવીએ કે તમને પણ 5000 રૂપિયા મળશે કે નહીં-
પીઆઈબીએ ટ્વીટ કર્યું
પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વિટરમાં લખ્યું છે. એક વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જેમને કોવિડની રસી મળી છે તેમને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ પ્રધાનમંત્રીના લોક કલ્યાણ વિભાગ દ્વારા ₹5,000 આપવામાં આવી રહ્યા છે. આ મેસેજનો દાવો ખોટો છે. મહેરબાની કરીને આ ફેક મેસેજ ફોરવર્ડ ન કરો.