સુરતઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે.  આજે રાજ્યમાં 1175 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 11 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3598 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,959  એક્ટિવ કેસ છે, જ્યારે 1,36,541 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,880 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,55,098 પર પહોંચી છે.

સુરત-અમદાવાદનું શું છે ચિત્ર

સુરત કોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પોરેશનમાં 165,  સુરતમાં 78, અમદાવાદમાં 17 કેસ નોંધાયા હતા. સુરતમાં કુલ 252 અને અમદાવાદમાં 182 કેસ નોંધાયા હતા. સુરત કોર્પોરેશનમાં 182, અમદાવાદ કોર્પોરેશનમાં 179, સુરતમાં 85 અને અમદાવાદમાં 21 લોકો ડિસ્ચાર્જ થયા હતા.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, સુરતમાં 1 લોકોના મોત થયા હતા.

આ રાજ્ય સરકારે લીધો ઐતિહાસિક ફેંસલો, સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 33% અનામત

IPL 2020  DC vs RR:   દિલ્હી કેપિટલ્સ તરફથી IPL ડેબ્યૂ કરનારો આ ખેલાડી કોણ છે ? જાણો વિગત