અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં દૈનિક કેસો 100ની અંદર આવી ગયા છે. ત્યારે રાજ્યના લોકો માટે વધુ એકવાર મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે ડાંગ પછી પાટણ જિલ્લો પણ કોરોનામુક્ત બન્યો છે. આમ, હવે કોરોનાની બીજી લહેર પછી ડાંગ અને પાટણ એમ બે જિલ્લા કોરોનામુક્ત થયા છે.


આ સિવાય 13 જિલ્લા એવા છે કે જે પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. કારણ કે, આ જિલ્લાઓમાં પણ એક્ટિવ કેસો 10થી અંદર છે. આ જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, સાબરકાંઠામાં 6, પંચમહાલમાં 4, નર્મદામાં 2, મોરબીમાં 3, ખેડામાં 7, કચ્છમાં 6, જૂનાગઢમાં 5, દાહોદમાં 3, છોટાઉદેપુરમાં 3, બોટાદમાં 2 અને આણંદમાં 7 એક્ટિવ કેસો છે. 


ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 56  કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી એક  દર્દીનું મૃત્યુ થયું છે.   રાજ્યમાં આજે  196 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 1356  છે. જે પૈકી 8  દર્દી વેન્ટીલેટર પર છે. 


રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 12, અમરેલી 3, આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 2,ગીર સોમનાથ 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, કચ્છ 1, નવસારી 1, પોરબંદર 1, રાજકોટ કોર્પોરેશન 4, , સાબરકાંઠા 1, સુરત 2,  સુરત કોર્પોરેશનમાં 10,  સુરેન્દ્રનગર 1, વડોદરા 2, વડોદરા કોર્પોરેશન 5, વલસાડ 1 સહિત કુલ 56 કેસ નોંધાયા છે. 


એક્ટિવ કેસની વાત કરીએ તો 1356 કુલ કેસ છે. જે પૈકી 8 લોકો વેન્ટીલેટર પર છે. 1348  લોકો સ્ટેબલ છે. 8,12,718 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10073 લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે.