અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એમાં પણ અમદાવાદમાં કોરોનાના કેસો સૌથી વધારે છે, ત્યારે અમદાવાદ માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ગઈ કાલે 454 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 381 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી સુરતમાં સૌથી વધુ 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.


અમદાવાદમાં 381 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી તેની સામે ગઈ કાલે 247 નવા કેસ નોંધાયા હતા. જે સાજા થયા તે દર્દીઓની સરખામણીમાં ઘણા ઓછા છે. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યા છે. જેને કારણે ગુજરાતમાં દર્દીઓના રીકવરી રેટમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે.

ગત 27મીએ રાજ્યમાંથી 410 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેની સામે 376 કેસ નવા નોંધાયા હતા. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 327 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 26મી મેના રોજ 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ અમદાવાદમાં 436 લોકો કોરોનામુક્ત બન્યા હતા. આમ, 26મી મેના રોજ ગુજરાતનો રીકવરી રેટ 48.13 ટકા થયો હતો. આ રીકવરી રેટમાં પણ વધારો થયો છે.