Ahmedabad Crime: દિવસે દિવસે તાંત્રિક વિધિના ખેલ વધી રહ્યાં છે, તાજેતરમાં જ અમદાવાદના એક યુવાને તાંત્રિક વિધિના ચક્કરમાં જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી છે. અસલાલી વિસ્તારમા રહેતા એક યુવકે તાંત્રિક વિધિના નામે 5 લાખ ગુમાવ્યા બાદમાં આત્મહત્યા કરી લીધી હોવાની વાત સામે આવી છે, ખરેખરમાં આ સમગ્ર મામલો પ્રેમિકાને તાંત્રિક વિધિ કરાવીને વશ કરવાનો હોવાનું ખુલ્યુ છે. 


મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં એક યુવાનને પ્રેમિકાને વશ કરવાનો અખતરો ભારે પડ્યો છે, અંતે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, અમદાવાદ શહેરમાં આવેલા અસલાલી વિસ્તારમાં એક યુવક પ્રેમિકાના પ્રેમમાં પાગલ હતો. આ દરમિયાન પ્રેમી યુવક જેનુ નામ દર્શન કાછડિયા છે. આ સમગ્ર મામલે દર્શનના મિત્ર લલિત ગુપ્તાએ પ્રેમિકાને વશ કરવા માટે તાંત્રિક વિધિ કરાવવાના બહાને 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. માહિતી પ્રમાણે તાંત્રિક વિધિના બહાને પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાથી યુવાન દર્શન કાછઢિયાએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક દર્શન કાછડિયાએ ગત 9 મે 2023ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, બાદમાં તેના ફોનની તપાસ કરતાં સુસાઇડ નૉટ મળી આવી હતી. હાલમાં આ મામલે દર્શન કાછડિયાના મિત્ર લલિત ગુપ્તા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.