અમદાવાદ: ગુજરાતમાં કોરોના હવે ધીમો પડી રહ્યો છે અને કેસોમાં ઘટાડો યથાવત્ છે. બુધવારે રાજ્યમાં નવાં ૩૦૮૫ કેસ અને ૩૬ મોત નોંધાયા હતા. જ્યારે ૧૦,૦૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારોમાં હાલ ૫૫,૫૪૮ એક્ટિવ કેસ છે, જે પૈકી ૫૯૪ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૫૪,૯૫૪ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ ડિસ્ચાર્જનો આંક ૭,૩૭,૨૪૮ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રસીના ૧,૬૦,૫૦,૦૯૬ ડોઝ આપવામાં આવ્યા છે.
આ દરમિયાન આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, અમદાવાદ મનપાએ વેકસીનેશન સંદર્ભે રાજ્ય સરકાર પાસે આ અંગે કોઈ ચર્ચા કરી તેની માહિતી મારી પાસે નથી. હાલ રાજ્ય સરકાર વેકસીન પર ધ્યાન આપે છે. આ નિર્ણય કોર્પોરેશનનો સ્વાયત નિર્ણય હોઈ શકે છે. 3 કરોડ વેકસીનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
જીએમડીસી મેદાન પર ડ્રાઈવ થ્રૂ વેક્સીનેશન
GMDC ગ્રાઉંડ પર અપોલો હૉસ્પિટલ તરફથી શરૂ કરાયેલા ડ્રાઈવથ્રુ વેક્સીનેશન મામલે હૉસ્પિટલના CEO બાલાજી પિલ્લાઈએ સ્પષ્ટતા કરતા કહ્યું અમારી પાસે વેક્સીનનો ડોઝ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને અમને ડ્રાઈવથ્રુ વેકસીનેશન માટે આમંત્રણ આપ્યું છે. અપોલો ગ્રુપે સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી વેકસીનના ડોઝ ખરીદી કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ
અમદાવાદ શહેરમાં કોરોનાના દૈનિક કેસમાં બુધવારે 129 કેસનો ઘટાડો થયો છે.બુધવારે શહેરમાં નવા 362 કેસ અને 6 લોકોનાં મોત નોંધાયા છે.3637 લોકોને સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.એકિટવ કેસની સંખ્યા ઘટીને 17434 ઉપર પહોંચી છે. આ અંગે મળતી માહિતી મુજબ,બુધવારે શહેરમાં કોરોનાના નવા 362 કેસ નોંધાતા ગત વર્ષે માર્ચથી અત્યાર સુધીમાં કુલ 2,26,984 કેસ નોંધાવા પામ્યા છે. બુધવારે એક જ દિવસમાં કુલ 3637 લોકોને સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,09610 લોકો કોરોનામુકત થયા છે.બુધવારે કુલ છ લોકોના મોત થતા અત્યાર સુધીમાં કુલ 3221 લોકોના મોત થયા છે.
નવા આઈટી નિયમનો વિરોધ થતાં મોદી સરકારે કરી શું કરી સ્પષ્ટતા, જાણો મોટા સમાચાર