Gujarat Assembly Election 2022: ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી દરેક પાર્ટીમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિવાદ સામે આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટની ફાળવણીમાં નેતાઓની ખેંચતાણનો વિવાદ દિલ્હી હાઈકમાંડ પાસે પહોંચ્યો છે. વિવાદને ખાળવા અને ગુજરાતના નેતાઓને સમજાવવા હાઈ હાઈકમાડે દિલ્હીથી ટીમ મોકલી છે.


 



કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ દિલ્હીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ જવાબદરી સોંપી છે.  ગુજરાત કોંગ્રેસના 4 સહ પ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીમાં પડેલી ગૂંચ ઉકેલવા અને ડેમેજ કંટ્રોલ માટે દિલ્હીથી ટીમ આવી છે. શુક્રવારે વિપક્ષ નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી. અનેક બેઠકો પર ફાળવાયેલી ટિકિટને લઇને પણ અંદરો અંદર વિખવાદ થયો છે. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઇ હોવાની દિલ્હી સુધી ફરિયાદ થઈ છે.


કૉંગ્રેસની 9 ઉમેદવારની વધુ એક યાદી જાહેર


ગુજરાત કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કૉંગ્રેસ તરફથી 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે. 






વિધાનસભા માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ગણદેવી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને એસટીએસસી સેલના પ્રમુખ એવા અશ્વિન નાયકાએ પોતાના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. ગણદેવી વિધાનસભા વિસ્તારમાંથી 1996થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા એવા અશ્વિન નાયકાએ પાર્ટીએ એમને આપેલા તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.