બોટાદઃ આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા માટેની ચૂંટણી યોજાવાની છે, ત્યારે બરવાળા નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચાર કરતા ભાજપ આગેવાનોને મતદારોનો કડવો અનુભવ થયો હતો. મતદારોએ પ્રચાર ન કરવા દીધો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
બરવાળા નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના રહીશોએ પ્રચાર ન કરવા ભાજપના આગેવાનો સાથે વાત કરતો વિડીયો વાયરલ થયો છે. બરવાળા નગરપાલિકા દ્વારા 4 વર્ષ પહેલાં ડ્રાયવર તેમજ અલગ અલગ પોસ્ટના 9 કર્મચારીઓને છૂટા કરેલ હોય ભાજપ સામે રોષ વ્યકત કર્યો હતો. લોકોના રોષને કારણે ઉમેદવારોએ વગર પ્રચારે પાછા ફરવું પડ્યું હતું.
સૌરાષ્ટ્રની આ પાલિકામાં ભાજપના આગેવાનોને કેમ પ્રચાર ન કરવા દેવાયો? કેમ લોકોએ પાડી દીધી ના ? વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2021 11:08 AM (IST)
બરવાળા નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના રહીશોએ પ્રચાર ન કરવા ભાજપના આગેવાનો સાથે વાત કરતો વિડીયો વાયરલ થયો છે.
તસવીરઃ બરવાળા પાલિકામાં ભાજપના ઉમેદવારોને કડવો અનુભવ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -