સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરતા કહ્યું, કુલ દર્દીમાંથી 62 ટકા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાથી સિવિલમાં અન્ય હોસ્પિટલની સરખામણીએ વધુ મોત થાય છે. આ સાથે જ સરકારે જવાબમાં કહ્યું કે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છેલ્લા 70 દિવસથી સતત દર્દીઓની સારવાર માટે કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસ અને મોત રાજ્યમાં સૌથી વધારે છે. ખાસ કરીને કોરોનાના કારણે સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મોત થયા છે.