અમદાવાદઃહેલમેટ ફરજીયાત છે કે મરજીયાત તેને લઈને રૂપાણી સરકારે યુ-ટર્ન માર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કહ્યું હેલમેટ મરજીયાત કરવા અંગે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. રૂપાણી સરકારે રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સરકારે  કોર્ટમાં કહ્યું હેલ્મેટ પહેરવું મરજીયાત નથી બનાવ્યું હેલ્મેટ ફરજીયાત જ છે. સરકારે કોઈ સર્ક્યુલર કે  નોટીફિકેશન  બહાર પાડ્યું નથી.


હાઇકોર્ટમાં કરવામાં આવેલી પીઆઇએલમાં મોટર વ્હીકલ એક્ટની જોગવાઈનો કડક અમલ થાય એવી માંગ કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલે ટ્રાન્સપોર્ટ સેક્રેટરીને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

આ અગાઉ રાજ્ય સરકારે  કેન્દ્ર સરકારે ઘડેલો મોટર વ્હીકલ એક્ટ હળવા દંડ સાથે લાગુ કર્યો હતો. ડિસેમ્બર 2019માં શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કર્યું હતું. પરંતુ તેના થોડા દિવસ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે,પણ કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી.

મંત્રી આર.સી.ફળદુએ 4 ડિસેમ્બર, 2019ના રોજ જાહેરાત કરતાં કહ્યું હતું કે, હવે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો