Gujarat News: ગુજરાતના અમદાવાદમાં પત્નીને છોડીને ગયા બાદ ભરણપોષણ પેટે દર મહિને 12 હજાર રૂપિયાનો મેઈન્ટેનન્સ ઓર્ડર (Maintenance Order) ન ચૂકવવો એક વ્યક્તિને મોંઘો પડી ગયો છે. હવે તેણે દર મહિને 12 હજારને બદલે બે લાખ રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે સુરતની ફેમિલી કોર્ટે આ પહેલા વ્યક્તિને બંને સંતાનોને મહિને ત્રણ હજાર અને પત્નીને 6 હજાર પ્રતિ મહિને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેણે કોર્ટના આદેશનો અનાદર કરીને પત્ની અને બાળકોને પૈસા આપ્યા ન હતા. .


આદેશોનું પાલન કર્યું નથી


ગુજરાત હાઈકોર્ટે સુરતની ફેમિલી કોર્ટ દ્વારા નિર્ધારિત ભરણપોષણનો આદેશ (ભરણપોષણની રકમ) લંબાવ્યો છે. કારણ કે તેણે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. નોંધનીય છે કે છૂટાછેડા અથવા છૂટાછેડા પછી પતિ દ્ધારા પત્નીને ભરણપોષણ માટે નિયમિત નિશ્વિત રકમ ચૂકવવાનો આદેશ આપતા કોર્ટના આદેશને Maintenance Order કહેવામાં આવે છે.


પત્નીએ આ માંગણી કરી હતી


મહિલાએ માર્ચ 2017માં તેના પતિ દ્વારા તરછોડ્યા બાદ કોર્ટમાં અરજી કરી હતી. મહિલાએ કોર્ટને કહ્યું હતું કે તેને અને તેના બાળકોને તેના પતિ દ્ધારા ભરણપોષણ માટે પૈસા આપવામાં આવે. તેણે કહ્યું કે તેનો પતિ તેને છોડી ગયો છે. મહિલાએ પોતાના માટે પતિ પાસેથી દર મહિને ત્રણ લાખ અને તેના બે બાળકો માટે દર મહિને એક લાખની માંગણી કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તેના પતિ પાસે પૈસાની કોઈ કમી નથી કારણ કે તે હીરાનો વેપારી છે અને મહિને 25 લાખ રૂપિયા કમાય છે. પતિએ મહિલાના દાવાને ફગાવી દીધો હતો અને પડકાર્યો હતો.


આ પણ વાંચોઃ


Kejriwal Gujarat Vist Third Day : આજે કેજરીવાલ કરી શકે છે વધુ એક જાહેરાત, સફાઇકામદારો સાથે કરશે વાર્તાલાપ


કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર હુમલો? મેવાણીએ શું લગાવ્યો આક્ષેપ?


રાજ્યમાં હજુ પણ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર


Assembly Elections: કોંગ્રેસના આ ધારાસભ્યએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને આપ્યું મોટું નિવેદન


Tips: WhatsAppમાં નથી કૉલ રેકોર્ડિંગનુ ફિચર છતાં આ રીતે કરી શકાય છે કૉલ રેકોર્ડ