અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ કરવામાં આવેલી અરજી પર હાલ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં સિનિયર એડવોકેટ શાલીન મહેતાએ રજુઆત કરતાં કહ્યું,  કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન જ વિકલ્પ છે. હું માત્ર એમ જ નથી કહેતો દેશમાં પણ કેટલીક જગ્યાએ લોકડાઉન છે, ગઈકાલે કર્ણાટક સરકારે પણ લોકડાઉન જાહેર કર્યું. જર્મની, લંડન, સિંગાપોર અને ન્યૂઝિલેન્ડમાં પણ આ જ રીતે લોકડાઉનથી કોરોના પર કાબુ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનને કારણે કેસ સતત ધટી રહ્યા છે આજે રાજ્યના દરેક નાગરિક પરેશાન છે ત્યારે 7થી 8 લોકો ધરે રહેશે તો આ ચેઇન તૂટશે.


ચીફ  જસ્ટિસે કહ્યું, કોરોનાના કેસો વધવાના છે અને જે રીતે વધી રહ્યા છે તેમાં કોરોના ની ચેન તોડવી જરૂરી છે. આ માટે શું પગલાં લેવા એ રાજ્ય સરકારે નક્કી કરવાનું છે. જસ્ટિસ ભાર્ગવ કારિયાએ કહ્યું, જમીન વાસ્તવિકતાને તમે સાચી રીતે રજૂ નથી કરી રહ્યા...કાગળ પર માત્ર ગુલાબી ચિત્ર જ બતાવી રહ્યા છો. જે જમીન હકીકતથી ઘણું ઘણું દુર છે.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે.  સોમવારે રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6486  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે. રાજ્યમાં સોમવારે 7727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,21,461  પર પહોંચ્યો છે. જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1,21,049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.


સૌરાષ્ટ્રમાં ભાજપના યુવા નેતાનું કોરોનાના કારણે નિધન, પિતા પણ કોરોનાનો ભોગ બનીને મોતને ભેટતાં હાહાકાર


Coronavirus Cases India:  કોરોનાનું કેપિટલ બન્યું ભારત, સતત છઠ્ઠા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ કેસ