અમદાવાદઃ ગુજરાતમાં આજથી ચાર દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે અમદાવાદ સહિત ઠેર ઠેર કમોસમી વરસાદ આવ્યો હતો. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો  આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદી છાંટા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે લો વિઝીબ્લીટી જોવા મળી હતી. 


યાત્રાધામ બેટ દ્વારકામાં પણ વરસાદી માહોલ સાથે ઠંડીનો માહોલ છે. દરેક રસ્તાઓ પર પાણીનું સામ્રાજય. ગત રાત્રિથી ઓખા અને બેટ દ્વારકામાં પણ કમોસમી વરસાદથી  રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.  રાજકોટમાં વરસાદની આગાહી વચ્ચે બેડી યાર્ડ સત્તાધીશનો નિર્ણય. યાર્ડમાં આજથી મગફળી આવક બંધ કરવામાં આવી. માત્ર પ્લેટફોર્મ પર ઉતરતી જણસની આવક કરવા દેવામાં આવી. મગફળી ખુલ્લામાં ઉતરવામાં આવતા લેવાયો નિણર્ય.


યાત્રાધામ દ્વારકા પંથકમાં ગત રાત્રિ થી ધીમીધારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભર શિયાળે કમોસમી વરસાદથી લોકો મુશ્કેલીમાં છે. વરસાદી પાણીથી ચોમાસા જેવો માહોલ સર્જાતા શહેરના માર્ગો  પર પાણી જોવા મળ્યા. જો વરસાદ વધુ પડશે તો રવી પાક ને નુકશાન ની શકયતાઓ. ઓખા મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આગામી તારીખ 5 થી 7 જાન્યુઆરી સુધી માછીમારો જોગ એક જાહેર ચેતવણી જારી કરવામાં આવી. 


મહેસાણા જિલ્લામાં ભર શિયાળે ઝરમર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. વાતાવરણમાં ધુમ્મસ વધતા વિઝિબિલિટી ઘટી. ગત રાતથી જિલ્લા હળવો કમોસમી વરસાદ પડ્યો. માવઠાથી ઘઉં, રાયડો, કપાસ, એરંડા,વરિયાળીમાં નુકશાનની શક્યતા છે. મહેસાણા ખેરાલુ બહુચરાજી જોટાણા સહિતના વિસ્તારમાં વરસાદ.


મહિસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે  વરસાદી માહોલ છે. જીલ્લાના અમુક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદી છાંટા પડયા. વાતાવરણમાં પલટો આવતાં જગત નો તાત ચિંતિત બન્યા. છુટા છવાયા છાંટા ને લઈ  વાતાવરણમાં ઠંડક પ્રસરી. જામનગરમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે સવારથી શહેર જિલ્લામાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું. જામનગરમાં ગત રાતથી કમોસમી વરસાદ.. જામનગર શહેર અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે વહેલી સવારથી પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં થશે વધારો.


કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ. અંજાર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ. રાજ્યમાં આગામી 4 દિવસ માવઠાની કરવામાં આવી છે આગાહી. સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ. સાબરકાંઠા જીલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈને વાતાવરણમાં પલટો. હિમતનગર સહીત જીલ્લાના કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી કમોસમી વરસાદી છાંટા વરસ્યા. હિમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું. વરસાદી છાંટા વરસવાને લઇ સ્થાનિક ખેડૂતો ચિંતિત બન્યા.


પાટણના સિદ્ધપુરમાં ઝરમર ઝરમર કમોસમી વરસાદ. વહેલી સવારથી ચાલુ થયો કમોસમી વરસાદ. મોડીરાત્રે રાધનપુર અને વારાહી આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા. કમોસમી વરસાદથી ખેડુતો બન્યા ચિંતિત. અરવલ્લી જિલ્લામાં ગત રાતથી છુટા છવાયા વરસાદી છાંટા પડ્યા. કેટલાક વિસ્તારમાં કમોસમી હળવું માવઠું. મોડાસા,શામળાજી,ભિલોડા,માલપુર વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. વાતાવરણમાં ધુમ્મસ વધતા વિઝિબિલિટી ઘટી. માવઠાથી બટાકા,ઘઉં,મકાઈ,ચણા,જીરું,વરિયાળીમાં નુકશાનની શક્યતા છે. 


ગુરુવારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. રાજસ્થાનના પશ્ચિમભાગમાં અપર એયર સર્ક્યુલેશન સર્જાતા વાતાવરણમાં પલટા અંગે હવામાન વિભાગે આગાહી કરી હતી. ગુરુવારે કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ સહિત કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. વરસાદી વાતાવરણ અમદાવાદ શહેરમાં આગામી ચાર દિવસ રહેશે. કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો નીચે જશે. ઠંડીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે.