અમદાવાદ, ૫ જાન્યુઆરી, ૨૦૨૨: ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા બાંધકામમાં વપરાતા વિવિધ માલ સામાનના અસહ્ય ભાવ વધારાના કારણે સમગ્ર રાજ્યના કોન્ટ્રાક્ટર્સ અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે અને ગંભીર નુકશાન વેઠી રહ્યા છે જે સામેની લડતમાં બિલ્ડર્સ એસોસિએશન ઑફ ઈન્ડીયાના કોન્ટ્રાક્ટર સભ્યો પણ જોડાશે.
બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડીયાના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી નિમેષ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિયેશનની લડતમાં બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડીયાએ ખભે ખભો મિલાવીને સાથે રહેવાનો સંકલ્પ જાહેર કર્યો છે અને ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન દ્રારા જે નિર્ણયો લેવામાં આવશે તેનો અમલ બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઈંડીયાના સભ્યો પણ કરશે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિયેશનના નેતૃત્વમાં સરકારના બાંધકામ વિભાગ અને મુખ્યમંત્રી સુધીની રજુઆતો અને એસોસિએશન દ્વારા કરવામાં આવતા વિરોધ - આંદોલનમાં હંમેશાં બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયાના સભ્યો જોડાયેલા રહેશે.
તાજેતરમાં ૩ જાન્યુઆરીએ યોજાયેલા ભાવ વધારા સામે લડત આપવા માટેની મટીંગમાં બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયાના સભ્યો હાજર રહ્યા હતા અને એસોસિયેશનના મિત્રોને પણ આ લડતમાં સાથ આપવાનુ આહવાન કર્યુ હતું.
PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ
Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?