Gujarat Weather: ગુજરાતમાં ગરમી જાણે આકાશમાંથી આગ વરસાવી રહી છે. આજે 7 એપ્રિલે રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પર રહ્યો. તો 45 ડિગ્રી સાથે કંડલા સૌથી ગરમ સ્થળ રહ્યું છે. રાજ્યના સુરેન્દ્રનગરમાં 44.4, કેશોદમાં 43.7 ડિગ્રીડીસા, ભુજ અને અમરેલીમાં 43.4 ડિગ્રી, અમદાવાદમાં 43.2, રાજકોટમાં 43.1 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 43, વડોદરામાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


ગુજરાતમાં દિવસેને દિવસે વધતી જતી ગરમીએ લોકોના નાકે દમ લાવી દીધો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, ગુરુવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા હતી. 


અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ભુજ પછી ગુજરાતનું બીજું સૌથી ગરમ સ્થળ છે, તેમજ ભુજમાં 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સુરેન્દ્રનગર અને વડોદરા અન્ય શહેરો હતા જ્યાં 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગર, વડોદરા, પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં મંગળવારે પણ હીટ વેવની સ્થિતિ ચાલુ રહી હતી.


આરોગ્ય વિભાગે હીટસ્ટ્રોકના લક્ષણો અને તેની અસરો ઘટાડવાની રીતો વિશે ચેતવણી આપી અને નાગરિકોને જો શક્ય હોય તો સીધી ગરમીથી બચવા, પુષ્કળ પ્રવાહી પીવા  અને તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે સલાહ આપી સાથે જ બહાર નીકળતા સમયે  માથું ભીના કપડાથી ઢાંકવાની પણ સલાહ આપી. 


વડોદરા સુગર ફેક્ટરી ફરી શરૂ થશે 


વડોદરા અને ખાસ કરીને કરજણ તાલુકાના ખેડૂતો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામે આવેલ વડોદરા સુગર ફેક્ટરી ફરી શરૂ થશે. ગુજરાત રાજ્ય ખાંડ નિયામક બી.એમ.જોષી ગાંધીનગર દ્રારા વડોદરા ગંધારા સુગર ફેક્ટરીને લીલી ઝંડી આપવામાં આવી છે. 


ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જગદીશ પંચાલના વરદ હસ્તે શિનોરના મોટા ફોફળિયા ગામના જીતુભાઇ પટેલને વડોદરા સુગર ફેક્ટરી ચાલુ કરવા માટેનો વહીવટી પત્ર આપવામાં આવ્યો છે. રાજ્યના સહકાર કેબિનેટ મંત્રી જગદીશ પંચાલે બંધ પડેલ વડોદરા સુગર ફેકટરીને ફરી ચાલુ કરવા માટેનો વહીવટીપત્ર આપતા શેરડી પકવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.