Gujarat Weather Update:  શિયાળાને લઈ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં શિયાળો વિદાય લેશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવી પડશે. 25 ફેબ્રુઆરીથી સામાન્ય ઠંડીમાં વધારો થશે. સામાન્ય ઠંડીના વધારા બાદ શિયાળો રાજ્યમાંથી વિદાય લેશે.


સામાન્યતઃ ફેબ્રુઆરીના છેલ્લા દિવસો અને માર્ચના શરૃઆતના દિવસો સુંદર મનાય છે. ત્યારે વસંત ખીલે છે ન બહુ ઠંડી, ન બહુ ગરમી પરંતુ આ વખતે ફેબ્રુઆરીના અંત પૂર્વે જ ગરમી વધવા લાગી છે. ઉષ્ણાતમાને ગત કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હીમાં ઉષ્ણતામાન 31.4 ડીગ્રી પહોંચી ગયું હતું જે સામાન્ય કરતા 7 ડીગ્રી વધુ છે. 1969 પછી ફેબ્રુઆરીનો સૌથી ગરમ દિવસ તો સોમવારનો હતો ત્યારે સામાન્ય કરતા 9 ડીગ્રી વધુ ઉષ્ણતામાન રહ્યું હતું અને તે 33.6 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી ગયું હતું. 1969 પછી ફેબ્રુઆરીનો આ ત્રીજો સૌથી વધુ ગરમ દિવસ હતો.


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. અરૃણાચલપ્રદેશમાં ભારે વર્ષાની સંભાવના છે. જો કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હજી થોડી હીમવર્ષા પણ સંભવિત છે ઉપરાંત આછો વરસાદ થવાની પણ શક્યતા છે.


માર્ચ મહિનાથી જ ભીષણ ગરમી શરૂ થઈ જશે


આ વર્ષે હોળી માર્ચના પ્રારંભના દિવસોમાં જ આવે છે. સામાન્ય માન્યતા એવી છે કે હોળી પછી ઉત્તર ભારતમાં ગરમી વધે છે. ખરા અર્થમાં ઉનાળો બેસી જાય છે પરંતુ માર્ચમાં ભીષણ ગરમી પડે તેવું ભાગ્યે જ બને છે પરંતુ હવામાન ખાતાએ એવી ચેતવણી આપી છે કે માર્ચ મહિનાથી જ ભીષણ ગરમી શરૂ થઈ જશે. તેની પર્વતીય વિસ્તારોમાં પણ અસર થશે આથી ખૂબ ઉંચા સિખરો ઉપર જ આછી આછી જ હિમવર્ષા થઈ શકે, આછો વરસાદ થઈ શકે.


ગરમીથી ઘઉંના પાક ઉપર પડશે અસર


આઇએમડી દ્વારા સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, માર્ચના અંત ભાગમાં જ સરેરાશ ઉષ્ણતામાન 40 ડીગ્રી પહોંચી જશે તેની સૌથી ખરાબ અસર ઘઉંના પાક ઉપર પડશે તેના ડૂંડા સમય પહેલા જ પાકી શકશે અને ઉત્પાદન ઘટી જશે.


આ પણ વાંચોઃ


Bhavnagar: લગ્નના માંડવે દુલ્હનને આવ્યો હાર્ટ એટેક, પછી જે થયું તે જાણીને તમે પણ રડી પડશો