અમદાવાદ: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયા અને પુત્રી ઈન્વાકા ભારત પ્રવાસે આવી રહ્યાં છે. એમાં પણ અમદાવાદથી ભારત યાત્રાની શરૂઆત કરી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પરિવારને જોવા માટે લાખોની સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યાં છે. ચાંદખેડા અને મોટેરાના રસ્તાઓ લોકોની પડાપડી જોવા મળી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. મોટેરા સ્ટેડિયમ ધીમે ધીમે પેક થવા લાગ્યું છે. આ ઉપરાંત રસ્તાઓ પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈન જોવા મળી હતી જેના દ્રશ્યો સામે આવ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડનુમ ભવ્ય સ્વાગત કરશે. મોદી અને ટ્રમ્પની કાર ગુજસેલના વીવીઆઇપી ગેટની બહાર નિકળે ત્યારે ટ્રમ્પની કારની આગળ અને પાછળ સુરક્ષા ગાડીઓનો કાફલો જોડાશે. લશ્કરની ત્રણે પાંખના જવાનો પરંપરાગત કવાયત દ્વારા પ્રેસિડેન્ટનું સ્વાગત કરશે.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ભારત પ્રવાસે આવવા નીકળ્યા તે પહેલાં તેમણે બાહુબલી થીમ ઉપર બનાવેલો એક વીડિયો રિટ્વિટ કર્યો હતો. તેમાં ટ્રમ્પને બાહુબલી બતાવવામાં આવ્યા છે. ટ્રમ્પે રિટ્વિટ કરતા જણાવ્યું કે, ભારતમાં મારા મહાન મિત્રોને મળવા માટે આતુર અને ઉત્સાહિત છું.
ટ્રમ્પ-મેલેનિયાને જોવા ગુજરાતીઓની પડાપડી, જ્યાં જુઓ ત્યાં લોકોનાં ટોળાં જોવા મળ્યાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2020 10:44 AM (IST)
ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. રસ્તાઓ પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈન જોવા મળી હતી જેના દ્રશ્યો સામે આવ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -