અમદાવાદઃ યુરોપમાં અભ્યાસ માટે ગયેલી ગુજરાતી યુવતી હાલ મોત સામે જંગ લડી રહી છે. બનાસકાંઠાની વિધાર્થિનીની યુરોપના આર્મેનિયામાં હાલત ગંભીર છે. ભૂમિ ચૌધરી ગંભીર બીમારીના કારણે છેલ્લા 19 દિવસથી આઇસીયુમાં છે. ભૂમિને મગજ, ફેફસા તેમજ કિડની પર મોટી અસર થઈ છે. ત્યારે ભૂમિને ભારત લાવવા માટે તેના માતા-પિતા પ્રયાસ કરી રહ્યા છે.


જોકે, હાલ કોરોનાની મહામારીને કારણે કોઈ એર લાઇન્સ પાઇલોટ આવવા તૈયાર નથી. ભૂમિ ચૌધરીને ભારત લાવવા માટે માતા-પિતા એ ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર પાસે સોશિયલ મીડિયા દ્વારા વિનતી કરી છે. યુરોપના ડોક્ટરોએ ભૂમિને એર એમ્બ્યુલેન્સથી ભારત લઇ જવા જણાવ્યું છે. હાલ યુરોપના ડોકટરો તેની સારવાર કરી રહી છે.