Crime News: અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે. બોપલ વિસ્તારમાં બિલ્ડર પર હુમલો થતાં સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ઉપેન્દ્રસિંહ ચાવડા નામના બિઝનેસમેન મોડી રાત્રે ઘુમા પાસેના મેરી ગોલ્ડ સર્કલ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક પાન પાર્લર પાસે ચાર પાંચ ગાડી હતી અને રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સહિત કેટલાક લોકો રોડ ઉપર ઉભા હતા. તમામ લોકોના હાથમાં લાકડીઓ પાઈપો હતી. એ તમામ ઉપેન્દ્રસિંહની ગાડી તરફ આવ્યા અને હુમલો કરવા લાગ્યા. જેથી ઉપેન્દ્રસિંહે બચાવવામાં લાઇસન્સવાળી રિવોલ્વર કાઢી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ કેસમાં સાણંદના રાજેન્દ્રસિંહ અને બોપલના અનિલસિંહ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાતા તપાસ શરુ કરાઈ છે.


ફરિયાદી ઉપેન્દ્રસિંહ પોતે મૂળ ધંધુકાના રહેવાસી છે અને બોપલમાં રહે છે. થોડા સમય પહેલા ઉપેન્દ્રસિંહ ધંધુકા વિસ્તારમાં દાદા બાપુ પચ્છમ ધામના ભુવાજીના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં તેઓ ભુવાજીની મુલાકાત લેતા હતા. પરંતુ બાદમાં ત્યાં જવાનું બંધ કરી દીધું હતું, જેને લઈ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.


અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. 27મી માર્ચ ના રોજ વહેલી સવારે ત્રણ કલાકે ઘુમા પાસે આવેલ મેરી ગોલ્ડ સર્કલ નજીક ઉપેન્દ્રસિંહ ચાવડા નામના બિઝનેસમેને પોતાના સ્વ બચાવવા માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઇનોવા લઈને દસ જેટલા લોકોના ટોળાએ તેમના પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી બિઝનેસમેન દ્વારા પોતાની પાસે લાયસન્સ વાળી બંદૂક થકી ફાયરિંગ કર્યું હતું. ફરિયાદી ઉપેન્દ્રસિંહ પોતે મૂળ ધંધુકાના રહેવાસી છે અને બોપલમાં રહે છે. થોડા સમય પહેલા ઉપેન્દ્રસિંહ ધંધુકા વિસ્તારમાં દાદા બાપુ પચ્છમ ધામના ભુવાજીના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં તેઓ ભુવાજીની મુલાકાત લેતા હતા પરંતુ બાદમાં ત્યાં જવાનું બંધ કરી દીધું હતું, જેને ધ્યાને રાખીને તેમના પર હુમલો કરવામાં આવ્યો. જેમાં સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલમાં રહેતા અનિલસિંહ પરમાર નામના વ્યક્તિ સહિત અન્ય કુલ 8 લોકો એ મળીને હુમલો કર્યો હતો જે મામલી બોપલ પોલીસ સ્ટેશનમાં બે લોકોની સામે નામ જોગ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની શોધવા માટે કામ લાગી છે.