અમદાવાદ: મણિનગરમાં રહેતી મુંબઈ સ્થિત ફિલ્મોમાં પાત્ર ભજવતી 23 વર્ષીય અભિનેત્રી અને સંબંધીઓ જેસલમેર ફરવા માટે ગયા હતા. 22મી ડિસેમ્બરે એટલે રવિવારે રાજસ્થાનથી પરત ફરતા હતા તે દરમિયાન ટ્રાવેલ્સની સ્લીપર કોચમાં અભિનેત્રી સહિત તેમના સંબંધીઓ સૂઈ ગયા હતા. જોકે તે સમયે બાજુની બારી ખોલી એક શખ્સ છેડતી કરી હતી. (આ બન્ને તસવીરો પ્રતિકાત્મક છે.)
અજાણ્યા શખ્સ દ્વારા છેડતી કરવામાં આવ્યા બાદ મોડી રાત્રે અભિનેત્રી ઉઠી ગઈ હતી ત્યાર બાદ હોબાળો મચાવ્યો હતો ત્યાર બાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસ ટ્રાવેલ્સ જ્યાં હતી ત્યાં પહોંચી હતી અને આ શખ્સની ધરપકડ કરી હતી.
22 ડિસેમ્બરે રાત્રે જેસલમેરથી અભિનેત્રી સહિત પરિવારજનો પરત અમદાવાદ ફરતાં હતાં. તે સમયે એક ટ્રાવેલ્સના સ્લીપર કોચમાં અભિનેત્રી સહિત બધાં સૂઈ ગયા હતા. તે સમયે અજાણ્યો શખ્સ બારીમાંથી હાથ નાખીને અભિનેત્રીની છેડતી કરી હતી. છેડતી થતાં જ આ અભિનેત્રી ઉઠી ગઈ હતી ત્યાર બાદ તેણે પોતાની સીટમાંથી બહાર જોયું તો મોતીલાલ રીડમલરામ દરજી દોડીને તેની સીટ પર જઈ રહ્યો હતો. અભિનેત્રીએ બુમો પાડી અન્ય પેસેન્જરોને જગાડી આ શખ્સને પકડી કાલુપુર પોલીસને સોંપ્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મણિનગરમાં રહેતી અભિનેત્રી અમદાવાદ અને મુંબઈમાં ફિલ્મોમાં એક્ટિંગ કરે છે. સવારે 4.15 વાગ્યે બસ કાલુપુર રેલવે સ્ટેશન પાસેના આઉટ ગેટથી થોડી આગળ ઊભી રહેતા અભિનેત્રીએ પોલીસને બોલાવી હતી. જેથી કાલુપુર પોલીસ આવી પહોંચી હતી. આ અંગે અભિનેત્રીની ફરિયાદના આધારે પોલીસે મોતીલાલ દરજી નામના શખ્યની ધરપકડ કરી હતી.
લક્ઝરી બસમાં જેસલમેરથી પરત આવતી અમદાવાદની અભિનેત્રીની અજાણ્યા શખ્સે કરી છેડતી, જાણો પછી શું થયું
abpasmita.in
Updated at:
24 Dec 2019 12:01 PM (IST)
જેસલમેરથી અભિનેત્રી સહિત પરિવારજનો પરત ફરતાં હતાં. તે સમયે ટ્રાવેલ્સના સ્લીપર કોચમાં અભિનેત્રી સહિત બધાં સૂઈ ગયા હતા. ત્યારે અજાણ્યો શખ્સ બારીમાંથી હાથ નાખીને તેની છેડતી કરી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -