Ahmedabad: અમદાવાદની ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ મેડિસિટીના ડેવલપમેન્ટના માસ્ટર પ્લાનની સમીક્ષા બેઠક યોજાઇ હતી.  સિવિલ મેડિસિટીમાં ઉપલબ્ધ તમામ તબીબી અને સુપર-સ્પેશ્યાલિસ્ટ સેવાઓ રાજ્ય અને દેશની અન્ય હોસ્પિટલ માટે પણ ઉદાહરણીય બની છે. સિવિલ મેડિસિટીમાં ઉપલબ્ધ વિવિધ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના પરિણામે ગુજરાતના મેડિકલ ટુરિઝમમાં વધારો થઇ રહ્યો છે.


મેડિસિટીમા પ્રવેશતા, બહાર જતા  અને અંદર વિવિધ હોસ્પિટલ અને સેવાઓ માટે આવતા દર્દીઓ, તેમના સગાઓ માટે કૅમ્પસ સિમલેશ મોબિલિટી, સાયનેજ(હોર્ડીગ્સ)ના  આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન. સમગ્ર કૅમ્પસમા એલ શેપ પાર્કિંગની વ્યવસ્થા થાય તે માટેના માસ્ટર પ્લાન અંગે વિગતવાર સમીક્ષા કરાઇ હતી. હાલ સમગ્ર કૅમ્પસમા કુલ ૮ પ્રવેશ દ્વાર છે,જેમાં ૨ ગેટ વધારવાનું આયોજન હાથ ધરવામાં આવશે‌. 


સિવિલ મેડિસિટી કૅમ્પસની પાસેના મેન્ટલ કંપાઉન્ડ અને મણીબેન હોસ્પિટલ કૅમ્પસનું પણ આગામી જરૂરીયાત આધારે માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના મંત્રી  ઋષિકેશ પટેલ દ્વારા સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી. સિવિલ મેડિસિટીમા આ ઉપરાંત રૂ. ૮૩૮ કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટના કામો પણ હાથ ધરવામા આવ્યાં છે. જેમાં ૧૮૦૦ બેડની OPD,IPD,ICU સહિતની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ  રૂ.૫૮૮ કરોડના ખર્ચે તૈયાર થશે જેનું ટેન્ડર થઇ ગયું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, અસારવા સિવિલ કેમ્પસમાં વિવિધ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં મેડિકલ કોલેજ, સીવીલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુએન મહેતા કાર્ડીયાક હોસ્પિટલ (UNMICRC), કિડની હોસ્પિટલ (૮૦૦ બેડ), MCH ૧૨૦૦ બેડ, ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, સ્પાઈન ઈન્સ્ટીટ્યુટનો સમાવેશ થાય છે. મોટા પ્રમાણમાં દર્દીઓ તથા દર્દીઓના સગા-વાહલાઓની અવર-જવર અને અન્ય સુવીધાો સુવ્યવસ્થિત રીતે પૂરી પાડી શકાય તે માટે કેમ્પસ ડેવલપમેન્ટની કામગીરી કરાશે. 


જેમાં મુખ્યતત્વે મલ્ટીલેવલ પાર્કિંગ તથા નવા સૂચિત બિલ્ડીંગોમાં બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા,અપગ્રેડેશન ઓફ કેમ્પસ રોડ નેટવર્ક વીથ ઈન્ટરનલ અને એક્સર્ટર્નલ સાઈનેઝીસ, હોસ્પિટલને એપ્રોચ કરતા રસ્તાઓ પર પ્રોપર લોકેશન અને જે તે સુવિધાની બિલ્ડંગ સુધી સહેલાઈથી પહોંચી શકાય અને ટ્રાફીક નીવારી શકાશે. આ ઉપરાંત એન્ટ્રી – એક્ઝીટ માટેના વધારાના નવા ગેટ,જે તે તબીબી સુવિધાના બિલ્ડીંગ માટે ટ્રાફીકના વિભાજન કરી સહેલાઈથી પહોંચવા માટે તૈયાર કરાશે. ટ્રોમા અને બીજે મેડિકલના ગેટ પાસે ટ્રાફીકની સમસ્યાના નિવારણ અને સેપ્રેસન માટે ઓક્ઝીલરી લેન બનશે.


તદ્ ઉપરાંત નવી પીજીની સીટોના વધારાને લક્ષમાં લઈ ૧૨૦૦ વિદ્યાર્થિઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરાશે. કૅન્સર હોસ્પિટલમાં નિર્માણાધીન વિવિધ પ્રોજેક્ટના નવીન બિલ્ડિંગના આયોજન અંગે અને યુ.એન.મહેતા હોસ્પિટલના વિવિધ પ્રોજેક્ટસની સમીક્ષા કરાઇ હતી.


આ પણ વાંચો...


Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત