IMD મુજબ, પૂર્વ રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાત પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી ભારેથી ભારે વરસાદ પડશે. 16 ઓક્ટોબરથી આ રાજ્યોમાં વરસાદનું જોર ઘટશે.
ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે બે દિવસ પહેલા કહ્યું હતું કે, સંભવિત તા.૨૬ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક થઈ રહી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ૩ ટકા વધુ વરસાદ થયો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.