કંપનીના ભારતમાં છે 15 ઉત્પાદન પ્લાન્ટ
ઇંગ્લેન્ડમાં વર્ષ 1901માં સ્થાપિત જોહન્સને વર્ષ 1958થી ભારતમાં ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કર્યું હતું. અત્યારે એચએન્ડઆર જોહન્સન (ઇન્ડિયા) ભારતભરમાં 15 ઉત્પાદન પ્લાન્ટ, 4 અગ્રણી પ્રોડક્ટ બ્રાન્ડ ધરાવે છે, જે 25 જુદી જુદી પ્રોડક્ટ કેટેગરીઓ અને સેનિટરી વેર, બાથરૂમ ફિટિંગ્સ, એન્જિનીયર્ડ માર્બલ અને ક્વાર્ટ્ઝમાં પ્રીમિયમ ઓફર સાથે ટાઇલ્સમાં 3000થી વધારે પ્રોડક્ટ ઓફર કરે છે. અમદાવાદ ઉપરાંત ઇન્દોર, રાયપુર અને વારાણસીમાં સહિત અન્ય શહેરોમાં પણ ટૂંક સમયમાં ડિસ્પ્લે સેન્ટર ખોલવામાં આવશે.
વન સ્ટોપ શોપ
આ પ્રસંગે એચ એન્ડ આર જોહન્સન (ઇન્ડિયા)નાં નિયુક્ત સીઇઓ સરત ચાંડકે કહ્યું હતું કે, “જોહન્સન જે કેટેગરીઓમાં કામ કરે છે, એનાં પથપ્રદર્શક ભવિષ્ય માટે સતત નવીનતા લાવવાની ફિલોસોફીમાં માને છે. આ આધુનિક ડિસ્પ્લે સેન્ટર્સ એ દિશામાં વધુ એક પગલું છે, જે અત્યાર સુધીનું અમારું સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી સેન્ટર છે. હાઉસ ઓફ જોહન્સન ડિસ્પ્લે સેન્ટર હોમ સોલ્યુશન્સ અને લાઇફસ્ટાઇલ ઉત્પાદનો માટે ખરીદી અને પસંદગીની પ્રક્રિયાને સંપૂર્ણપણે પ્રોત્સાહન આપશે, કારણ કે આ રહેણાક અને વાણિજ્યિક સ્પેસનાં પ્લાનિંગ અને ડિઝાઇનિંગ માટે વન-સ્ટોપ-શોપ તરીકે કામ કરે છે.”
ટાઇલ્સ પસંદગીમાં ગ્રાહકોને પડે છે આ મુશ્કેલી
તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે ગ્રાહકો એક મોટી સમસ્યાનો સામનો કરે છે - બજારમાં એકસમાન લાગતી વિસ્તૃત રેન્જમાંથી યોગ્ય પ્રોડક્ટની પસંદગી કરવી. તમામ ટાઇલ્સનો ઉપયોગ બધી જગ્યાઓમાં થતો નથી, પણ માહિતીની ઉપલબ્ધતાનાં અભાવે ગ્રાહકો યોગ્ય ટાઇલ પસંદ કરવામાં સમસ્યાઓનો સામનો કરે છે. અમે પસંદગીની પ્રક્રિયામાં સંભવિત ગ્રાહકોને મદદ કરવા ઇચ્છીએ છીએ. ભારતમાં 25 શહેરોમાં આ ડિસ્પ્લે સેન્ટર મારફતે અમે ગ્રાહકોને વિવિધ સિરામિક ટાઇલ્સનાં વિકલ્પો વિશે યોગ્ય માહિતી પ્રદાન કરવાનો ઉદ્દેશ પૂર્ણ કરીએ છીએ, જે બજારમાં ઉપલબ્ધ હોય છે.