અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ જીવલેણ બન્યો છે. ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧ હજાર ૯૦૭ કેસ નોંધાયા છે. ઉપરાંત વધુ 20 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. રવિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના ૧ હજાર ૫૦૪ કેસ નોંધાયા હતા. જયારે કુલ ૧૯ લોકોના મોત થયા હતા. આમ બે દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 3 હજાર ૪૧૧ કેસ નોંધાવાની સાથે કુલ ૩૯ લોકોના મોત થયા છે.


શહેરમાં સંક્રમણની ચિંતાજનક બનતી જતી સ્થિતિની વચ્ચે એકિટવ કેસની સંખ્યા વધીને ૫ હજાર ૭૦૫ ઉપર પહોંચવા પામી છે. અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી હોસ્પિટલોના કુલ બેડ પૈકી ૯૫ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. માર્ચ 2020થી અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૭૯ હજાર ૩૧૦ કેસ નોંધાયા છે. સોમવારે વધુ વીસ લોકોનાં મોત થતાં અત્યાર સુધીમાં કુલ ૨ હજાર ૪૦૬ લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.


શહેરમાં સોમવારે કુલ ૮૦૪ લોકો સાજા થતાં અત્યાર સુધીમાં કુલ ૭૧ હજાર ૧૯૬ લોકો કોરોના મુકત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની ૧૪૦ થી પણ વધુ ખાનગી હોસ્પિટલોને કોવીડ ડેઝિગ્નેટેડ જાહેર કરી છે. ઉપરાંત છેલ્લા પાંચ દિવસથી શહેરમાં વધુને વધુ સંખ્યામાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે. આ જ પરિસ્થિતિ દર્શાવે છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં કોરોનાના કેસ કેટલી ઝડપથી વધી રહ્યા છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 


રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 20, સુરત  કોર્પોરેશનમાં 18,  વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-4, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1,  સાબરકાંઠા 1 અને સુરતમાં 1  મોત સાથે કુલ 55 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4855 પર પહોંચી ગયો છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 1907,  સુરત કોર્પોરેશનમાં 1174, રાજકોટ  કોર્પોરેશનમાં 503, સુરત 295,  વડોદરા કોર્પોરેશનમાં 261, જામનગર કોર્પોરેશન 184, મહેસાણા 136,   વડોદરા 120,  જામનગર 112, પાટણ 97, બનાસકાંઠા 94, રાજકોટ 73, ભાવનગર કોર્પોરેશન 71,  નર્મદા 61, ગાંધીનગર 55, ભરૂચ 54, ગાંધીનગર કોર્પોરેશન 51, કચ્છ 50, ખેડા 49, અમરેલી 48, મોરબી 48, નવસારી 48, દાહોદ 45, જૂનાગઢ 44, જૂનાગઢ કોર્પોરેશન 43, મહીસાગર 43, ભાવનગર 39, પંચમહાલ 37, આણંદ 33, બોટાદ 31, સુરેન્દ્રનગર 29, વસાડ 29, અમદાવાદ 26,  સાબરકાંઠા 24,  દેવભૂમિકા દ્વારકા 20 અને ડાંગમાં 19 કેસ નોંધાયા હતા.