ગુજરાત સરકારે બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા અને ઉમરેઠમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા વધી હોવાથી લોકડાઉનનો કડક અને સખતાઇથી અમલ કરવા સરકારે નિર્ણય કર્યો છે. આમ રાજ્યોમાં છ મહાનગરો ઉપરાંત છ નગરપાલિકા વિસ્તારમાં ખાસ કેસમાં વધારાની કોઇપણ છૂટછાટ આપવામાં આવી નથી અને બે સપ્તાહ સુધી લોકડાઉનનો કડક અમલ કરવામાં આવશે.
કેન્દ્રિય ગૃહવિભાગે દેશભરના જિલ્લાઓને ત્રણ ભાગમાં વહેચીને ક્યા ઝોનમા કેટલી છૂટ આપવી તેની માર્ગદર્શિકા બહાર પાડી છે. તેના આધારે ગુજરાત સરકારે લોકડાઉનમાં ઝોન આધારે છૂટછાટ આપવા નક્કી કર્યુ છે. અલબત્ત
ગુજરાતનાં શહેરોમાં કોરાનાના વધતાં કેસો તથા ઊંચા મૃત્યુદરને કારણે ખાસ કેસોમાં આ વિસ્તારોમાં રેડ ઝોનની જેમ લોકડાઉનનો અમલ કરાવવાનો નિર્ણય લીધો છે.
આ પૈકી ઘણા વિસ્તારો 'ઓરેન્જ ઝોન' હેઠળ આવે છે. આ સંજોગોમાં આ વિસ્તારોમાં કેટલીક છૂટ મળવી જોઈએ પણ રૂપાણી સરકારે આ વિસ્તારોને ખાસ કેસ ગણીને તકેદારીના ભાગરૂપે કોઈ છૂટ નહીં આપવાનું જાહેર કર્યું છે. આ વિસ્તારો કોરાના માટે ડેન્જર ઝોનમાં છે તેથી છૂટ અપાય તો રોગચાળો ફેલાવાનો ડર હોવાથી કોઇ પણ વધારાની છૂટછાટ આપવામાં આવેલી નથી અને ત્યાં રેડ ઝોનની જેમ જ લોકડાઉનનું પાલન કરવામાં આવશે.