HAR GHAR TIRANGA: તિરંગા યાત્રા સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રખડતા ઢોરે અડફેટે લીધા છે. કરણપુર શાક માર્કેટ પાસે નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં ભાજપ નેતા નીતિન પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. કડીમાં તિરંગા રેલી દરમ્યાન આ ઘટના બની હતી. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે. જે બાદ તેમને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે.
બાઈક સામે અચાનક આવી ગયો આખલો
કચ્છ: અંજારમાં સતાપર રોડ પર બાઈક પર જઈ રહેલા પિતા-પુત્ર આખલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સતાપર રોડ પર પેટ્રોલપંપ પાસે અચાનક આખલો આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. બનાવમાં પુત્રને સામાન્ય ઈજાઓ થઇ હતી જયારે પિતાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. રખડતા ઢોરોને પકડવા માટે સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી છે પંરતુ તંત્ર ઘોર નિંદ્રામાં સુતું હોય તેમ લાગી રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે રાજ્યમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. રખડતા ઢોર દ્વારા અવારનવાર સામાન્ય લોકો પર હુમલો કરવામાં આવે છે. જે અંગે અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં આજે ફરી મેઘમહેર થઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસશે. ગુજરાતમાં 15 અને 16 ઓગસ્ટના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. નજર કરીએ ક્યાં દિવસે કયા જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ તો 15 ઓગસ્ટના બનાસકાંઠા, સાબરકાંઠા અને વલસાડમાં વરસાદની શક્યતા છે. 16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી દરિયો તોફાની રહેશે. આથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. મહેસાણા જિલ્લામાં ફરી મેઘમહેર થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાર્વત્રિક ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. શહેરમાં થોડા જ વરસાદે પ્રશાસનની પ્રિમોન્સૂનની પોલ ખોલી છે. મહેસાણાનો મુખ્ય પ્રવેશ દ્વાર ગોપીનાળુ વરસાદી પાણીથી ભરાઈ જતા બંધ કરાયું છે.
આ પણ વાંચો...
SURAT: સુરતની કિરણ હોસ્પિટલે કરી મોટી જાહેરાત, આ લોકોની વિના મૂલ્યે થશે સર્જરી
KUTCH: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ આવી વિવાદમાં, ગુજરાતના આ સંતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી