અગાઉની સુનાવણી વખતે સીબીઆઈ તરફથી વણઝારા અને અમિન તરફથી કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, એન.કે અમીન સામે અપરાધિક ષડયંત્રનો કેસ સાબિત થયો છે. તેઓ એન્કાઉન્ટર વખતે શૂટઆઉટમાં સામેલ હતા.
વણઝારાના વિરોધ પાછળ સીબીઆઈએ રજૂઆત કરી હતી કે તેમની સામે પણ ષડયંત્રનો કેસ સાબિત થયો છે. એટલું જ નહીં તેમની સૂચનાથી જ એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું.