અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સનો નશો કરી રાજકોટની 23 વર્ષીય યુવતી પર આચરેલા સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપી જૈમિન પટેલને અમરેલી જિલ્લાના મોટા ભંડારિયા ગામેથી ઝડપી લીધો હતો. આ આરોપી ઉપર અગાઉ નારણપુરા અને સરખેજમાં બે ગુના નોંધાયેલા છે. આ કેસમાં પોલીસે પાંચમાંથી ગેંગરેપ કરનાર 4 આરોપીને ઝડપી લીધા છે. આરોપી નંબર 5 પ્રગ્નેશ પટેલની પત્ની હોવાનું ખુલ્યું છે.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપી લીધા બાદ ફરાર આરોપી જૈમિન કનુભાઈ પટેલ (રહે, ગાલા આર્યા, સોબો સેન્ટર પાછળ, સાઉથ બોપલ) ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે આરોપી પોલીસ પકડથી બચવા જગ્યા બદલતો રહેતો હતો. પોલીસે જૈમીનને પકડવા માટે સુરત, આણંદ, અમરેલી જિલ્લામાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જૈમીન અમરેલીના મોટા ભંડારિયા ગામેથી ઝડપાયો હતો. આ ગુનામાં આરોપી પ્રગ્નેશ પટેલની પત્ની નીલમ પટેલનું નામ પણ આરોપી તરીકે છે.
આ આરોપીઓએ રાજકોટની યુવતીને નોકરીની લાલચ આપી અવારનવાર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના નગ્ન ફોટો અને વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીનો પાસપોર્ટ અને રૂ.30 હજાર લઈ આરોપીઓ ફોટો આધારે બ્લેકમેઇલ કરતા હતા.
રાજકોટની 23 વર્ષની યુવતીને હોટલમાં લઈ જઈ બનાવી હવસનો શિકાર, આરોપી સૌરાષ્ટ્રના કયા ગામમાંથી ઝડપાયો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jan 2021 05:09 PM (IST)
સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપી જૈમિન પટેલને અમરેલી જિલ્લાના મોટા ભંડારિયા ગામેથી ઝડપી લીધો હતો. આ આરોપી ઉપર અગાઉ નારણપુરા અને સરખેજમાં બે ગુના નોંધાયેલા છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -