AHMEDABAD : અમદાવાદના નારણપુરામાં સ્થાનિકોએ નારણપુરા ગામથી નારણપુરા ક્રોસિંગ સુધીનો રોડ સો ફૂટ કરવાનો વિરોધ કર્યો.રહીશોએ પોસ્ટરો અને બેનરો લગાવીને સૂત્રોચ્ચાર કર્યા.જેથી સ્થાનિક કોર્પોરેટરોએ કોર્પોરેશનના દબાણ ખાતાની ટીમને બોલાવવાની ફરજ બની.સ્થાનિકોએ મુદ્દો મુખ્યમંત્રી સુધી લઈ જવાની માંગ કરી.શનિવારથી નારણપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવા મુદ્દે  સ્થાનિકો વિરોધ કરી  રહ્યા છે.


સ્થાનિકોએ ઘર પર લગાવ્યાં બેનર 
નારણપુરામાં સ્થાનિકોએ રોડ પહોળા કરવાના કામનો અનોખો વિરોધ કર્યો છે. લોકોએ બેનરોમાં સૂત્રો લખાવી પોતાના ઘરની બહાર બેનર બાંધ્યા છે જેમાં રોડ પહોળા કરવાના કામનો ઉગ્ર વિરોધ કર્યો છે. 


મનીષ દોશીએ પણ સરકાર પર પ્રહાર કર્યા
અમદાવાદના નારણપુરા રોડ કપાતને લઈને જે રીતે લોકો વિરોધ કરી રહ્યા છે.. તેને લઈને કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ સરકાર પર પ્રહાર કર્યા.. મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ વિકાસના નામે લોકોને અન્યાય થાય અને જમીન માફીયાઓને ફાયદો થાય તેવી ગોઠવણી કરી રહ્યા છે.તો નાના માણસોની જમીન, વેપાર ધંધાનેનુકસાન થાય તે મુજબની કાર્રવાઈ કરી રહ્યું છે. મોટા બિલ્ડરોને ફાયદો થાય તેવી ભાજપની નીતિ છે 


હાર્દિક પટેલના કોંગ્રેસના ક્યા નેતા સાથેના ઝગડા અંગે હાઈકમાન્ડને કરાઈ ફરિયાદ ?


ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલહ અને જૂથબંધી કોઈ નવી વાત નથી. હવે ગુજરાત કોંગ્રેસના બે મોટા નેતાનો ડખો દિલ્લી પહોચ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને કોંગ્રેસ નેતા ઇંદ્રવિજયસિંહ વચ્ચે લાંબા સમયથી ડખો ચાલે છે. બંને વચ્ચે સમાધાનના ગુજરાતના નેતાઓના પ્રયાસો નિષ્ફળ જતાં અંતે સમગ્ર મામલે કોંગ્રેસ હાઈકમાન્ડને જાણ  કરાઈ છે. 


ક્યાંરથી ચાલી રહ્યો છે ડખો ? 
એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ અને ઇંદ્રવિજયસિંહ વચ્ચે યુથ કોંગ્રેસની ચૂંટણી સમયથી બંને વચ્ચે ડખો ચાલે છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી વી શ્રીનિવાસે સમાધાનના પ્રયાસ કર્યા હતા પણ આ પ્રયાસ નિષ્ફળ જતાં છેવટે રાહુલ ગાંધીના નજીકના ક્રિષ્ના અલ્લાવરુએ હાઈકમાન્ડને ફરિયાદ કરી છે. આ ઝગડાના તાજેતરમાં યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં પડઘા પડ્યા હતા.