અમદાવાદઃ અમદાવાદમાં લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવો ખતરો વધ્યો છે. આ ખતરાના કારણે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે વધુ કડક નિયંત્રણો મૂક્યાં છે.

પોલીસ કમિશ્નરે આદેશ આપ્યો છે કે, શનિવારે મધ્ય રાત્રિથી 14 એપ્રિલ સુધી શહેરની હદમાં જરૂરી કામગીરી માટે નિયત કરેલી વ્યક્તિઓ સિવાય જે લોકો કારણ વિના બહાર અવર જવર કરતા હશે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો નોંધાશે.  તેમનાં વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે.

પોલીસ કમિશ્નરે તેમના આદેશમાં દૂધ, કરિયાણું, શાકભાજી, દવા લેવા અને સારવાર માટે જનારને છૂટ આપી છે. આ નઉપરાંત બેન્કો, વીમા કચેરી, એટીએમ પર જનારને પણ છૂટ છે. રેશનિંગની દુકાનો, કરિયાણાવાળા, ફેરિયા, દૂધવાળા-હોમ ડિલિવરી, પેટ્રોલ પંપ, LPGવાળા, પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા, સેબી દ્વારા સૂચિત ડેબ્ટ અને માર્કેટ સેવાઓ, લૉકડાઉનના કારણે વ્યક્તિ અટવાઈ હોય એવી હોટેલો-લોજ અને મોટેલના કર્મચારીઓ પણ નિકળી શકશે. આ સિવાય ક્વોરન્ટાઈનમાં ઉપયોગમાં લેવાયેલા સંસ્થાના કર્મચારીને જવા દેવાશે જ્યારે અંતિમ સંસ્કાર માટે મહત્તમ 20વ્યક્તિઓને પરવાનગી મળશે.

આ સિવાય ઈન્ટરનેટ, ટેલિફોન, કેબલ, પાણી સપ્લાય, તબીબી સ્ટાફ, ફાયર બ્રિગેડ, જિલ્લા વહીવટ, ટ્રેઝરી, વીજ ઉત્પાદન, ટ્રાન્સમીશન વિતરણ સેવા, હાઈવે પરની તથા પેટ્રોલ પંપની ટ્રક રિપેરની દુકાનો તેમજ પોલીસ અને અન્ય ઈમરજન્સી સેવાઓને છૂટ અપાઈ છે.

Coronavirus: BJPના દિગ્ગજ નેતાનું નિવેદન, કહ્યું- ‘તબલીગી જમાતના લોકો માનવ બોંબની જેમ ફરી રહ્યા છે’

દિલ્હીના મરકઝથી પરત ફરેલા વ્યક્તિનો Corona રિપોર્ટ આવ્યો પોઝિટિવ, 11 દિવસ માટે સમગ્ર ગામ કરાયું સીલ, જાણો વિગત