શિમલાઃ હિમાચલ પ્રદેશ બીજેપી અધ્યક્ષ રાજીવ બિંદલે શનિવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, તબલીગી જમાતના સભ્યોએ માનવ બોંબની જેમ ફરીને દેશમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે.
પ્રદેશ બીજેપી અધ્યક્ષે કહ્યું, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોના વાયરસ સામે લડવા કોઈ કસર છોડી નથી પરંતુ તબલીગી જમાતના સભ્યો સહિત કેટલાક લોકોએ માનવ બોંબની જેમ ફરીને તમામ પ્રયાસો પર પાણી ફેરવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, દેશમાં આશરે 130 કરોડ ભારતીય લોકડાઉનના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે પરંતુ કેટલાક અમાનવીય લોકો મહામારી રોકવાના તમામ પ્રયાસોને વ્યર્થ સાબિત કરી રહ્યા છે.
આ પહેલા ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ પણ તબલીગી જમાતના લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જમાતના લોકોએ ગુનો કર્યો છે, જેની સજા તેમને જરૂર મળશે.
તબલીગી જમાતની શું છે કામગીરી ?
તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.
દિલ્હીના મરકઝથી પરત ફરેલા વ્યક્તિનો Corona રિપોર્ટ આવ્યો પોઝિટિવ, 11 દિવસ માટે સમગ્ર ગામ કરાયું સીલ, જાણો વિગત
Coronavirus: BJPના દિગ્ગજ નેતાનું નિવેદન, કહ્યું- ‘તબલીગી જમાતના લોકો માનવ બોંબની જેમ ફરી રહ્યા છે’
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Apr 2020 10:02 AM (IST)
આ પહેલા ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ પણ તબલીગી જમાતના લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જમાતના લોકોએ ગુનો કર્યો છે, જેની સજા તેમને જરૂર મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -