ગાંધીનગરઃ આવતીકાલે લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે ગુજરાત પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે લગભગ નવ વાગ્યે અમદાવાદના રાણીપની નિશાન હાઇસ્કૂલમાં સવારે સાડા સાત મતદાન કરશે. તે સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નારણપુરામાંથી મતદાન કરશે.

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાંથી મતદાન કરશે. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી તથા નાણામંત્રી અરુણ જેટલી પણ અમદાવાદમાંથી મતદાન કરશે. તે સિવાય ભાજપના નેતા ગોરધન ઝડફિયા નિકોલમાંથી મતદાન કરશે.

વડાપ્રધાન મોદીના માતા હીરા બા, વડાપ્રધાનના ભાઇ પંકજભાઇ મોદી અને તેમનો પરિવાર સવારે નવ વાગ્યે રાયસણ ગ્રામ પંચાયત કચેરીમાં મતદાન કરશે. ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ. સી જે ચાવડા સવારે 8 વાગે સરકારી પ્રાથમિક શાળા સેકટર 6 ખાતેથી મતદાન કરશે. તે સિવાય પૂર્વ મુખ્યમંત્રી અને એન સી પી રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલા સવારે 9 વાગે તેમના ગામ વાસાનીયા મહાદેવ ખાતે મતદાન કરશે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહારના પ્રભારી શકિતસિંહ ગોહિલ  સવારે 11.30 વાગે ચિલ્ડ્રન યુનિવર્સિટી, સેકટર 20 ખાતે મતદાન કરશે.રાજ્યના મુખ્ય સચિવ ડો. જે એન સિંહ સવારે 10 વાગે ચિલ્ડ્રન યુનિવર્સિટી સેકટર 20 ખાતે મતદાન કરશે.ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી સેકટર 20 પ્રાથમિક શાળામાં મતદાન કરશે