અમદાવાદઃ ધોળકા રોડ પર સિનેજ ગામ પાસે સ્ટીલની ફેક્ટરીમાં ગેસનો બાટલો ફાટતા 7 લોકો ઘાયલ થયા છે. ધોળકા રોડ સિનેજ રોડ પર આવેલી ઘોઇના ઇલોઇ સ્ટીલ કંપનીમાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 7 લોકોને સામાન્ય ઇજા થઈ હતી. જેમાંથી 3 ઘાયલોને વધુ સારવાર માટે કલિકુંડ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘાયલોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ગેસના બોટલો ફાટ્યો હોવાનો કોલ મળતા વટામણ, બાવળા અને બોગદરાથી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.