13860 કરોડનો કૌભાંડી મહેશ શાહ તપાસમાં સહયોગ ન આપતો હોવાનું IT ના અધિકારીઓનું રટણ
abpasmita.in
Updated at:
05 Dec 2016 09:03 PM (IST)
NEXT
PREV
અમદાવાદ: 13 હજાર આઠસો કરોડના કૌભાંડ મામલે મહેશ શાહ પાસેથી સચ્ચાઈ જાણવામાં આવકવેરા વિભાગના અધિકારીઓ અત્યારસુધી નિષ્ફળ રહ્યાં છે. મહેશ શાહ તપાસમાં સાથ આપતો હોવાનું કહેતા આવકવેરા વિભાગના અધિકારીઓ હવે કહી રહ્યા છે કે મહેશ શાહ પૂછપરછમાં સાથ નથી આપતા.શુ આઈટી, પોલીસ અને મહેશ મળી ગયા છે, શા માટે મીડિયાને કવરેઝ કરતા રોકવામાં આવે છે. તેના સામે અનેક સવાલ ઉભા થયા છે. શા માટે અમદાવાદના પોલીસ અધિકારીઓ અને આઇટીના અધિકારીઓ કેમેરા સામે કંઈ પણ બોલવાથી બચી રહ્યા છે. શું આ કેસમાં ભીનું સંકેલવા માટે પોલીસ, આઇટી અને કોડીનો કુબેર મળી ગયાં છે. શા માટે તપાસની એક કડીનો એક અક્ષર પણ ઉચ્ચારવા માટે તૈયાર નથી આઇટી વિભાગ અને પોલીસની ક્યાં સુધી કૌભાંડી મહેશ મહેમાનગતિ કરતો રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -