અમદાવાદઃ અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા ધનિક પરિવારના નબિરાની પત્નિએ પતિના અન્ય યુવતીઓ જ નહીં પણ પૂરૂષો સાથે પણ શારીરિક સંબધો હોવાના આક્ષેપો સોશિયલ મીડિયા પર કરતાં યુવકે ડિવોર્સ માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી છે.

યુવકે અરજીમાં આક્ષેપ કર્યો છે કે, મારી પત્નિએ હું સજાતિય સંબંધો ધરાવું છું અને અન્ય સ્ત્રીઓ જ નહીં પણ પુરુષો સાથે પણ શારીરિક સંબધ રાખું છું એવા સોશિયલ મીડિયા પર આક્ષેપો કરીને મને, મારા પરિવારને બદનામ કર્યો છે તેથી માને ડિવોર્સ આપવા વિનંતી છે. કોરોના કાળ દરમિયાન દાખલ થયેલી આ અરજી પર કોર્ટ નિયમિત રીતે ચાલુ થાય ત્યારે સુનાવણી કરાશે.

આ કેસમાં યુવકના પત્નિએ એક એપ્લિકેશનથી પતિનો મોબાઈલ હેક કરી તમામ ડેટા ચોરી લીધો હતો. પતિના મોબાઈલમાં પતિના અશ્લીલ ફોટો હાથ લાગ્યા હતા તેવો યુવતીનો દાવો છે જ્યારે પતિનું કહેવું છે કે, બોગસ ફોટા ઉભા કરાયા છે.

શહેરના પોશ વિસ્તારમાં રહેતા ધનિક પરિવારના નબિરાનાં આ યુવતી સાથે 2019ની શરૂઆતમાં લગ્ન થયાં હતા, કોર્ટમાં દાખલ અરજીમાં પતિએ દાવો કર્યો છે કે, લગ્ન બાદ હનીમૂન પર ગયા ત્યારે મારી પત્નિએ તબીયત સારી નથી અને પથરીનો દુખાવો થાય છે તેમ કહીને મને શારીરિક સંબંધો બાંધવા નહોતા દીધા. એ પછી પણ તે મારી સાથે શરીર સંબંધ બાંધત નથી અને અમારી વચ્ચે પતિ-પત્ની તરીકેનો સંબંધ સ્થાપિત થયો નથી. આ ઓછું હોય તેમ હું પુરુષો સાથે સજાતિય સંબંધ રાખું છું તેવા આક્ષેપ કર્યા છે. મને મારા મિત્રોથી દૂર રહેવા, તેમનાથી વાતચીત નહિ કરવા પત્ની દબાણ કરતી હતી, મારી જાણ બહાર મોબાઈલમાં એક એપ્લિકેશન ઈન્સ્ટોલ કરીને ઈ-મેઈલ આઈડી હેક કર્યો હતો અને મોબાઈલનો તમામ ડેટા ચોરી લીધો છે.

એપ્લિકેશનની મદદથી અશ્લીલ ફોટા ઉભા કર્યાનો પતિએ દાવો કર્યો છે. આ ફોટા વિવિધ ગ્રૂપમાં પણ ફરતાં કરીને મને બદનામ કરવામાં આવ્યો છે.